સરસ્વતી ના મેલુસણ પાસે આવેલા પેટ્રોલ પંમ્પ પર તસ્કરો ત્રાટક્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

— રુપિયા 70 હજાર ઉપર ની રોકડ લઈ તસ્કરો ફરાર :

ગરવી તાકાત પાટણ : સરસ્વતી તાલુકાના મેલુંસણ ગામ પાસે આવેલા પેટ્રોલ પંમ્પ તસ્કરો એ રોકડ રકમ ની ચોરી કરી હતી.પેટ્રોલ પંપની ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરા માં બે તસ્કરો દેખાયા હતા.મેલુસણ ગામ પાસે આવેલા પાટણ શિહોરી હાઈવે ઉપર પેટ્રોલ પંપ આવેલા છે.
ધરણીધર પેટ્રોલીયમ પંમ્પ અને બીએમ પેટ્રોલિયમ પંમ્પ માંથી રુપિયા 70 હજાર ઉપર ની રોકડ રકમ તસ્કરો રાત્રિના સમયે લઈ ને ભાગી ગયા હતા.ચોરી રાત્રિના સમયે થઈ હતી.જેમાં ધરણીધર પેટ્રોલ પંપમાંથી રુપિયા 25000 ની અને બી એમ પેટ્રોલિયમ માંથી 47000 ની ચોરી થઈ હતી. આમ કુલ રુપિયા 70 હજાર ઉપર ની તસ્કરી કરી ચોર ત્યાં થી પ્લાયન થયા હતા.
તસ્કરો મોઢે રૂમાલ તેમજ માથા પર ટોપી પહેરીને પેટ્રોલ પંપ ની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો.ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરા ના આધારે બંને પેટ્રોલ પંમ્પના માલિક એ સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તો પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.