સામ સામે આવેલ 2 મીલો પર તસ્કરો ત્રાટક્યા, રૂપીયા 12.45 લાખની ચોરી કરી ફરાર : મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લામાં આવેલ કડીના કલ્યાણપુરા હાઈવે પર આવેલ ડરણ ગામ નજીક આવેલ હરભોલે કોટન ઈન્ડસ્ટ્રી તથા તેની સામે આવેલ  હરીહર ઈન્ડસ્ટ્ર્રીને તસ્કરોએ નીશાન બનાવી એક જ રાતમાં બન્ને મીલમાંથી 12,45,400/- રૂપીયાની ચોરી કરી ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. 

આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?

મળતી માહીતી મુજબ મહેસાણા જીલ્લાના કડીના કલ્યાણપુરા હાઈવે પર આવેલ ડરણ ગામ નજીક કનુભાઈ પરષોત્તમભાઈ પટેલ હરભોલે કોટન ઈન્ડસ્ટ્રી નામની જીનીંગ મીલ ચલાવે છે. જ્યા તેમની સાથે સીપીંગ ભાગીદાર તરીકે સંદીપભાઈ પટેલ કામ કરે છે. જેમાં ગત ગુરૂવારના રોજ વેપારીઓ તથા ખેડુતોને રોકડ રકમની ચુકવણી કરવા માટે બેન્કમાંથી લાવેલ પૈસા ઓફીસની તીજોરીમાં રાખ્યા હતા. શુક્રવાર સવારના રોજ સ્ટાફના માણસોને જોવા મળ્યુ હતુ કે, ઓફીસનો દરવાજો તોડવામાં આવ્યો છે. જેથી અંદર જઈને તપાસ કરી તો  તીજોરીનુ તાળુ પણ તુટેલુ હતુ. જેમાં રાખેલ 9,75,400/- રૂપીયા કોઈ અજાણ્યા શખ્શો ઉઠાવી ગયા હતા. જેથી તેમને સી.સી.ટી.વી. ચેક  કરતા 5 અજાણ્યા ઈસમોએ મોઢાને ઢાંકી આ ગુનાને અંજામ આપ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ ચોરીના બનાવની તેમની વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યા તેમની મીલની સામે આવેલ હરીહર મીલના માલીકે વિનોદ નારણભાઈ પટેલ ત્યા આવીને જણાવેલ કે અમારી મીલમાં પણ ચોરી થયેલ છે. જ્યાથી અજાણ્યા ઈસમોએ તીજોરીનુ લોકર તોડી એમા પડેલા 2,70,000/- લાખની ચોરી કરી ફરાર થઈ ગયેલ છે. જેથી અમને પુરેપુરો શક છે કે તમારે ત્યા ચોરી કરેલ શખ્સોએ જ અમારે ત્યા પણ ચોરી કરી હશે. જેથી તેમને આ મામલે પોલીસને જાણ કરતા બાવલુ પોલીસે સી.સી.ટી.વી. ના આધારે 5  અજાણ્યા શખ્સો વિરૂધ્ધ મોઢાને ઢાંકી રાત્રીના સમયે બે અલગ અલગ મીલમાંથી કુલ 12,45,400/- લાખની ચોરી કર્યાનો ગુનો આચરવા બદલ કલમ 457,380,114 મુજબ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.