મહેસાણાના નુગર નજીક આવેલા પેટ્રોલપંપની ઓફિસમાંથી 1.23 લાખની ચોરી કરી તસ્કરો રફૂચક્કર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં ઘણા દિવસોથી તસ્કરો બેફામ બન્યા છે. તાજેતરમાં જ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. ત્યારે હજુપણ કેટલાક તસ્કરો મહેસાણા તાલુકા અને જિલ્લામાં સક્રિય હોવાનું સામે આવી રહ્યું છે. મહેસાણા તાલુકામાં આવેલા નુગર નજીક આવેલા પેટ્રોલપંપ પર રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા જ્યાંથી 1.23 રૂપિયાના મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.

મહેસાણા તાલુકાના આવેલા નુગર ગામ નજીક મણિભદ્ર પેટ્રોલપંપ પર રાત્રી દરમિયાન પોણા ત્રણ વાગ્યાના સમય ગાળા દરમિયાન અજાણ્યા 3 ઇસમો પેટ્રોલપંપની ઓફિસમાં આવેલા સેલ્સ રૂમમાં ઘૂસી આવી ટેબલના ડ્રોઅરનું લોક તોડી તેમાં મુકેલા રોકડ રૂ 80 હજાર 400 અને કર્મચારીએ ઓફિસમાં પોતાના કપડાં ઓફિસમાં ભરાય હતા અને પેન્ટમાં રહેલા 43 હજાર મળી કુલ રૂ 1 લાખ 23 હજાર 400ના મતાની ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર મામલે હાલમાં પેટ્રોલપંપ પર કામ કરતા બાબુ જોષીએ અજાણ્યા 3 તસ્કરો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.