મહેસાણા તાલુકાના લીંચ ગામે કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટકયા, 73 હજારના મુદ્દામાલની ચોરી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા:મહેસાણા જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરો શિયાળાની સિઝનનો ફાયદો ઉઠાવી ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં બેફામ પણે ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે મહેસાણા તાલુકાના લીંચ ગામે કરિયાણાની દુકાનમાં તસ્કરો 73 હજારના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઇ જતા ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણાના લીંચ ગામે બોરીયાવીના રોડ પર ખેતરોમાં રહેતા રોહિત કુમાર અમરસિંહ ઠાકોરે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં દશ દિવસ પહેલા હનુમાનજી મંદિર પાછળ આવેલી બાપા સીતારામ જનરલ સ્ટોર્સ નામની કરિયાણાની હોલસેલ દુકાનનું શટર તોડી તસ્કરો 65 હજારથી વધુનો માલસામાન અને 8000 રોકડા ચોરી ગયા હતા.

તસ્કરો મગદાળ 65 કિલો, તુવેરદાર 70 કિલો, ચણાદાર,75 કિલો અરદ દાળ 80 કિલો મસૂરદાર 70 કિલો, મગમોગર દાળ 60 કિલો સહિત અનેક વસ્તુઓ તસ્કરો ચોરી ગયા હતા. તસ્કરો કોઈ વાહનમાં ચોરી કરવા આવ્યા હોવાની શંકાના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.