મહાદેવજીના મોટા શિવલિંગ પરની તાંબા ચાંદીની સાડા ત્રણ કિલોની નાગદેવતા ની મૂર્તિ તસ્કરો ચોરી ગયા 

ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા તાલુકાના જોરણંગ ગામે કુંતેશ્વર મહાદેવજીના મોટા શિવલિંગ પરની તાંબા ચાંદીની સાડા ત્રણ  વજનની નાગદેવતાની મૂર્તિ ચોરી જતા ધાર્મિક લાગણી દુભાવા સાથે ચકચાર મચી જવા પામી હતી. જેની લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ દર્જ થઇ છે.

જોરણંગગામના રહીશ પટેલ ગાંડાલાલ કચરાદાસ ની લાંઘણજ પોલીસ મથકે નોંધાયેલ પોલીસ ફરિયાદ માં જણાવ્યા મુજબ ૨૫મી ની રાત્રે પરોઢ સુધીમાં કોઈ અજાણ્યા સખ્સોએ જોરણંગગમે આવેલા કુંતેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી મહાદેવજીના મોટા શિવલિંગ પર થી નાગદેવતા ની મૂર્તિ ઉડાવી ગયા  હતા. નાગદેવતાની તાંબાની ઈ ઉપર ચાંદીનું પતરું ચડાવેલ છે અને નકશીકામ કરેલ જેનું વજન આશરે સાડા ત્રણ કિલો રૂ/-૧૦૦૦૦/- ની ચોરી કરી ૨૪મી  ની રાત્રી થી ૨૫મીની પરોઢ ૪ વાગ્યા સુધીમાં લઇ જતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ દ થઇ હતી. આ અંગે પટેલ ગાંડાલાલ કચરાદાસ રહે,જોરણંગ તા.જી.મહેસાણા એ લાંઘણજ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. જેની વધુ તપાસ લાંઘણજ પોલીસે હાથ ધરી છે.