– કડીના વણકરવાસમાં આવેલ રામદેવપીરના મંદિરમાંથી થયી ચોરી
– એક મહિના પૂર્વે આદુંદરા ગામના બે મંદિરોમાં થઈ હતી ચોરી
કડી તાલુકાના આદુંદરા ગામમાં આવેલ વણકરવાસમાં રામદેવજીના મંદિરમાં ગત રાત્રિએ ઠંડીનો લાભ લઇને તસ્કરો ત્રાટક્યા હતા કડી પંથકમાં દિન પ્રતિદિન લૂંટ,ચોરી ની ઘટનાઓ વધી રહી છે.તાલુકામાં કેટલાક સમયથી ક્રાઇમ રેટ વધી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કડી પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હોવાનું જોવા મળી રહી છે.આદુદરા ગામના વણકરવાસમાં આવેલ રામદેવપીરનાં મંદિરમાં દાનમાં આવેલ પાંચ સો ગ્રામ ચાંદીનું છત્તર જેની કિંમત આશરે રૃપિયા સત્તર હજાર તસ્કરો લઈ નાસી છૂટ્યા હતા અને દાનપેટી પણ ચોરવાનો પ્રયત્ન કર્યો હતો મંદીરમાં પડેલ પાંચ લિટર તેલના ડબાને પણ લઈ ગયાં હતાં
મંગળવાર સવારે કિશનભાઈ રામદેવ પીર મંદિરમાં દીવાબત્તી કરવા આવતા તેઓને ચોરીની જાણ થઈ હતી જેથી તેમણે વાસના દરેક લોકોને ભેગા કરીને જાણ કરી હતી .ગામના આગેવાનોએ કડી પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી