— કડી પંથકમાં ચોરી ના બનાવોમાં વધારો :
— કડી પોલીસ ના નાઈટ પેટ્રોલીંગ ઉપર સવાલ :
ગરવી તાકાત મહેસાણા : કડી પંથકને ગણતરીના સમયથી તસ્કરો ધમરોળી રહ્યા છે.તસ્કરોએ ટૂંકા ગાળામાં પંથકના એકબીજા વિસ્તા
રને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી આચરી રહ્યા છે ત્યારે એકલ દોકલ રહેતો પરીવાર ચોરી થવાના ભય સાથે જીવી રહ્યો છે.

મંગળવાર ના રોજ કડી ના કુંડાળ ગામ વિસ્તારમાં આવેલ સહજાનંદ સોસાયટીમાં બારીના સળિયા તોડી ઘરમાં પ્રવેશી એક લાખ રૂપિયા ઉપરની કિંમત નો સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદ અનુસાર કુંડાળ પાસે આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતો પટેલ પરિવાર જમી પરવારી મકાનને તાળું મારી ગરમીના લીધે બહાર ખુલ્લામાં સૂઈ રહ્યા હતા ત્યારે મોડી રાત્રે અજાણ્યા તસ્કરો મકાનના પાછળ ના ભાગમાં
આવેલ બારી ના સળિયા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.

બાદમાં અલગ અલગ રૂમોમાં આવેલી તિજોરીના તાળા તોડી તેમાં રહેલો કીમતી માલ સમાન જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રું.1 લાખ ઉપરના મુદ્દામાલ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે પરિવારને ચોરીની જાણ થતાં તાત્કાલિક તેમણે કડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે મુલાકાત લઈ મકાનમાલિક ની ફરીયાદ ના આધારે અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી