કડી વિડજ રોડ ઉપર આવેલ ખેતરમાંથી 15 મીટર કોપર નો કેબલ ચોરી તસ્કરો ફરાર

August 1, 2022

— સવારે ખેતરમાં ખેડૂત આવતા તેઓને જાણ થતા પોલીસને જાણ કરાઈ :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના વિડજ ગામે રોડ ઉપર આવેલ ખેતરના ટ્યૂબવેલ નો  કોપરનો કેબલ ચોરી અને ઓરડીમાં લગાવેલ ડી.પી તથા અન્ય વસ્તુને તોડફોડ,નુકશાન કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ જતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી
કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી  ખેતરમાં લગાવેલ ટયુબવેલના કેબલોની ચોરી ની ઘટના માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કડી તાલુકાના વિડજ ગામે જય માતાજી હોટલ ની સામે વિરસદ ગામના ખેડુત  ઝાલા બચુભા ગજુભા ના  ખેતરમાંથી રાત્રે અજાણ્યા ઈસમો 15 મીટર ટ્યુબવેલનો કેબલ કાપીને ફરાર થઈ ગયાં હતાં જ્યારે ખેડૂત સવારે ખેતરમાં  આવ્યા હતા
ત્યારે ખેતરમાં આવેલી ઓરડીના અંદર  તોડફોડ અને નુકસાન કરેલ ડી.પી જોતા તેઓ હચમચી ઉઠ્યા હતા જ્યારે આજુબાજુ તપાસ કરતા તેઓને માલુમ પડયુ હતુ કે  તેમના ખેતરમાંથી આશરે 15 મીટર કોપરના કેબલની ચોરી થઈ છે  જેની કિંમત રૂપિયા આશરે 30000 ના  ના કેબલની ચોરી થતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવીને કાર્યવાહી હાથ ધરી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0