વિસનગર એપીએમસીની ચુંટણીની મતગણતરીમાં ભાજપના પેનલના તમામ 10 ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં ખેડુત વિભાગની 16 પૈકી 10 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી. ભાજપની વિરૂદ્ધ આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ AAP ના તમામ ઉમેદવારોનો પરાજય થયો છે.
વિસનગર એપીએમસીની ચુંટણીમાં વેપારી વિભાગની 4 બેઠકો પર માત્ર 4 ફોર્મ જ ભરાતા તમામ બેઠકો બીન હરીફ થઈ હતી. પરંતુ ખેડુત અને ખરીદ વેચાણ વિભાગની 16 બેઠકો પૈકી બેઠકો 10 બેઠકો પર સામ સામે ફોર્મ ભરાતા ચુંટણી યોજાઈ હતી. જેનુ મતદાન ગઈકાલે યોજાયુ હતુ. આ મતદાન દરમ્યાન આમ આદમી પાર્ટીએ ભાજપ વિરૂધ્ધ ચુંટણીમાં ગોટાળો કર્યાનો પણ આક્ષેપ લગાવી ચુંટણી રદ કરવાની માંગ ઉઠાવી હતી. જેમાં ભાજપે મતદારોને ચીઠ્ઠીઓ આપી મતદાન કુટીર સુધી મોકલ્યાના ફોટોગ્રાફ એવીડેન્સ રજુ કર્યા હતા. પરંતુ ચુંટણી અધિકારએ આ મામલામાં કોઈ ગેરરીતી નહી થઈ હોવાનુ કહેતા મામલો રફેદફે થયો હતો.
આ ચુંટણીની મતગતરી આજે હાથ ધરવામાં આવતાં ભાજપના તમામ 10 ઉમેદવારોનો વિજય થયો છે. એપીએમસીની ચુંટણીમાં 846 મતદારો હતા જેમાથી 820 મતદારોએ વોટીંગ કર્યુ હતુ. જેની મતદાન ગણતરી દરમ્યાન ભાજપના તમામ 10 ઉમેદવારોની જીત થઈ છે. આ એપીએમસીની ચુંટણી ભાજપના ઉમેદવારોની જીત પાછળ સાંકળચંદ પટેલ યુનીવર્સીટીના ચેરમેન પ્રકાશ પટેલનો મોટો ભુમીકા હોઈ જીતેલા ઉમેદવારોએ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.