ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં મોડાસા નગરના છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓ માટે ૨ રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક ભોજન અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે દાતાઓના અવિરત સહકારના કારણે હાલ રોજના ૪૫૦ ઉપરાંત દર્દીઓ ને દાળ ભાત રોટલી શાક કચુંબર આપવામાં આવે છે મોડાસામાં જુદી-જુદી મોટી હોસ્પિટલમાં હાલ ૫ કેન્દ્ર દ્વારા ટિફિન નું વિતરણ કરવામાં આવે છે તાજેતરમાં છઠ્ઠું કેન્દ્ર મોડાસાની જાણીતી AIMS હોસ્પિટલમાં દર્દીઓ માટે રૂપિયા ૨ માં ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ પ્રસંગે aiims હોસ્પિટલના ડૉ ટી. બી. પટેલ ડૉ મિહિર ભાઈ જોશી જગદીશભાઈ ભાવસાર તથા અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રો એન.જી.શાહ બીપીનભાઈ શાહ સુરેન્દ્રભાઈ શાહ શશીકાંતભાઈ શાહ દિલીપભાઈ પટેલ તથા ચંપકભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: