કડી નંદાસણ હાઈવે ઉપર વરખડા ના ઝાડ નીચે જુગાર રમતા છ જણા ઝડપાયા

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી ની સ્થાનીક પોલીસ કાયદો વ્યવસ્થા ની જાળવણી તેમજ જાહેરનામા ભંગ કરતા લોકોને તેમજ જીલ્લા પોલીસ વડા ની સુચનાઓ ને લઈને સઘન પેટ્રોલીંગ માં હતી તે સમયે દેસાઈ પેટ્રોલ પંપ હાઈવે ત્રણ રસ્તા ઉપર હતા તે સમયે ખાનગી બાતમી મળી હતીકે નંદાસણ  હાઈવે રોડ ઉપર ડી રાજા કંપની ની પાછળ આવેલ વરખડા ના ઝાડ ની ઓથ લઈને કેટલાક ઈસમો ટોળુ કરીને પોતાના આર્થીક ફાયદા માટે હારજીત નો તીનપત્તી નો જુગાર રમી રહયા છે પોલીસે મળેલ બાતમી ની હકીકતો મેળવવા તપાસ કરતા સ્થળ ઉપર ટોળુ વળી કેટલાંક બેઠેલા જણાઈ આવતા તેનું કોર્ડન કરી રેડ કરતા જુગાર રમતા સમીર ઉર્ફે હાથી તેમજ મોહમ્મદ સલીમ ગુલામ રસુલ ઘાંચી તેમજ ખોડાજી ગાંડાજી ઠાકોર તેમજ અહેમદ ખાન મહેમુદ ખાન પઠાણ તેમજ રોજભાઈ અલ્લાહરખા મનસુરી તેમજ જગદીશજી ભાવસંગજીઠાકોર સહિત છ સામે ગુનો નોંધી જુગાર માં મુકેલા રૂપિયા રોકડા ૧૪૭૩૦/- મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.