સીપુ યોજનાના એન્જિનિયર પાસે 53.19 લાખની અપ્રમાણસર મિલકત મળી આવતા ચકચાર

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,દાંતીવાડ

બનાસકાંઠા એસીબીની ટીમે રૂ.૧૫ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યાં હતા 

બનાસકાંઠા જિલ્લામાં દિન- પ્રતિદિન ભ્રષ્ટાચારમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે બનાસકાંઠાના જિલ્લા ના સરકારી અધિકારીઓ સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરતાં હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે જ્યારે વાત કરવામાં આવે તો દાંતીવાડા સીપુ યોજનાના નાયબ એન્જનિયર અને તત્કાલીન ઇન્ચાર્જ એજ્યુકેટિવ એજીનિયરને બનાસકાંઠા એસીબીની ટીમે અગાઉ નહેરના કામના બીલની ચૂકવણીમાં રૂપિયા  ૧૫૦૦૦ ની લાંચ લેતા ઝડપી લીધા હતા.

આ પણ વાંચો – ઉંઝા APMC ના ચેરમેનનો અનઅધિકૃત માણસ સેસ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ કરતો કેમેરામાં કેદ

જેમની મિલકતની તપાસ દરમિયાન રૂપિયા ૫૩. ૧૯ લાખની અપ્રમાણસર મિલકત મળી આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાંતીવાડા સીપુ યોજનાના નાયબ એન્જનિયર અને તત્કાલીન ઇન્ચાર્જ એજ્યુકેટિવ એજીનિયર મૂળ વડગામ. તાલુકાના વરણાવાડાના અને હાલ પાલનપુર શુકન સોસાયટીમાં રહેતા વસંતભાઈ તળશીભાઈ ચૌહાણને અગાઉ બનાસકાંઠા એસીબીની ટીમે સીપુ યોજનાની નહેરની પ્રોટેક્શન દીવાલ કામના મંજુર થયેલા ટેન્ડરના બીલની ચૂકવણીમાં રૂપિયા ૧૫૦૦૦ ની લાંચ લેતા ઝડપી લેવાયા હતા.

આ પણ વાંચો – મહેસાણાના ભાન્ડુ રોડ ઉપરથી 14,60,200 રૂપીયાનો વિદેશી દારૂ ઝડપાયો

જેમની સામે પાલનપુર એસીબી કચેરી ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમિયાન જેમની મિલકતની તપાસ કરવામાં આવી હતી.  જેમાં તેમના પરિવારના સભ્યોની મિલકત સબંધી. દસ્તાવેજી પુરાવાઓ તેમજ બેંક ખાતાઓમાંથી માહિતી મેળવવામાં આવતાં તેમની કાયદેસરની આવકના સાધનોની થયેલી કુલ આવક ૯૬,૧૩,૭૯૧ છે. જેની સામે તેમણે કરેલું રોકાણ ૨,૪૯,૩૩,૧૮૧ કરેલું છે. આમ તેમણે રૂપિયા ૫૩,૧૯,૩૯૦ ની વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ખુલ્યું છે જે કાયદેસરની આવકની સરખામણીમાં ૫૭,૯૯ ટકા જેટલી વધુ છે. જેમની સામે ભ્રષ્ટાચાર નિવારણની કલમ મુજબ ગૂનો નોંધી પાટણ એસીબી પીઆઈ એસ.એસ. આચાર્ય વધુ તપાસ ચલાવી ૨હ્યા છે.
રીપોર્ટ: જયંતિ મેતિયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.