ચાંદીના વાયદામાં રૂ.1,036નો ઉછાળો : કોટનમાં સેંકડા ઘટ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

— સોનું રૂ.124 અને ક્રૂડ તેલ રૂ.47 વધ્યુઃ મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10105 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12974 કરોડનું :

— ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 35 કરોડનાં કામકાજ :

ગરવી તાકાત મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,76,320 સોદાઓમાં કુલ રૂ.23,114.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10105.27 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12974.32 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,05,080 સોદાઓમાં કુલ રૂ.6,104.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,505ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,669 અને નીચામાં રૂ.50,378 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.124 વધી રૂ.50,653ના ભાવે પહોંચ્યો હતો.

આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.86 વધી રૂ.40,630 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.5,046ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,553ના ભાવે ખૂલી, રૂ.124 વધી રૂ.50,716ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,160 અને નીચામાં રૂ.55,059 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1036 વધી રૂ.56,086 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 951 વધી રૂ.56,509 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.930 વધી રૂ.56,603 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,323 સોદાઓમાં રૂ.1,799.82 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 વધી રૂ.201.20 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.1.70 વધી રૂ.287ના ભાવ થયા હતા.

આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.75 વધી રૂ.659.85 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.179ના ભાવ થયા હતા. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 26,701 સોદાઓમાં કુલ રૂ.2,171.52 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,990 અને નીચામાં રૂ.6,807 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.47 વધી રૂ.6,956 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.30 વધી રૂ.644.20 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 421 સોદાઓમાં રૂ.29.82 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.36,990 અને નીચામાં

અહેવાલ : નૈમિષ ત્રિવેદી – મુંબઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.