ચાંદીમાં 4753 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં 2497નો ઘટાડો

શેર કરવા અહીં ક્લિક કરો.

કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.2,550નો કડાકોઃ સીપીઓ, રબર, મેન્થા તેલ, કપાસમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલ રૂ.870 તૂટ્યુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 462 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 509 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1,055 પોઈન્ટની મૂવમેન્ટ

નૈમીશ ત્રીવેદી : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 26 નવેમ્બરથી 2 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 25,69,404 સોદાઓમાં કુલ રૂ.2,03,132.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 462 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 509 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ડિસેમ્બર વાયદામાં 1,055 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 10,05,022 સોદાઓમાં કુલ રૂ.58,326.44 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,615ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,223 અને નીચામાં રૂ.47,214 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.207 ઘટી રૂ.47,214ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.314 ઘટી રૂ.38,031 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.4,739ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.63,101 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,476 અને નીચામાં રૂ.60,556 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.2,497 ઘટી રૂ.60,653 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,638 ઘટી રૂ.61,424 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,629 ઘટી રૂ.61,423 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં 1,40,985 સોદાઓમાં રૂ.26,532.32 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.35 ઘટી રૂ.209.85 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.8.40 ઘટી રૂ.268ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.20.15 ઘટી રૂ.725.45 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.42.5 ઘટી રૂ.1,538.60 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.185ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 7,78,929 સોદાઓમાં કુલ રૂ.67,974.13 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,826ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,826 અને નીચામાં રૂ.4,706 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.870 ઘટી રૂ.4,967 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.73.20 ઘટી રૂ.309.70 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 19,593 સોદાઓમાં રૂ.2,516.61 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,822.00ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1822.00 અને નીચામાં રૂ.1700.00 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.89.00 ઘટી રૂ.1,713.50 બંધ થયો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.19,351ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.19,351 અને નીચામાં રૂ.18,011 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,335 ઘટી રૂ.18,234ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,128.80ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1128.80 અને નીચામાં રૂ.1086.00 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.36.20 ઘટી રૂ.1091.40 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.80 ઘટી રૂ.937.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.2,550 ઘટી રૂ.30,270બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,13,332 સોદાઓમાં રૂ.28,510.39 કરોડનાં 59,455.024 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,91,690 સોદાઓમાં કુલ રૂ.29,816.05 કરોડનાં 4,753.378 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,761.54 કરોડનાં 1,30,505 ટન, જસતના વાયદાઓમાં રૂ.3,240.42 કરોડનાં 1,19,350 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.12,292.44 કરોડનાં 1,68,497.5 ટન, નિકલના વાયદાઓમાં રૂ.7,412.87 કરોડનાં 47,904 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.825.05 કરોડનાં 44,555 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 4,65,079 સોદાઓમાં રૂ.46,398.02 કરોડનાં 9,00,52,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,13,850 સોદાઓમાં રૂ.21,576.11 કરોડનાં 61,55,17,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.46 કરોડનાં 52 ટન અને કોટનના વાયદાઓમાં 10,152 સોદાઓમાં રૂ.1,023.80 કરોડનાં 327050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 427 સોદાઓમાં રૂ.17.85 કરોડનાં 189.72 ટન, રબરના વાયદાઓમાં 182 સોદાઓમાં રૂ.3.90 કરોડનાં 207 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 8,819 સોદાઓમાં રૂ.1,470.60 કરોડનાં 1,33,150 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,054.310 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 663.443 ટન, એલ્યુમિનિયમમાં 12,255 ટન, જસત વાયદામાં 8,575 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,145 ટન, નિકલ વાયદામાં 2,349 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 2,895 ટન, ક્રૂડ તેલમાં 9,02,900 બેરલ અને નેચરલ ગેસમાં 1,25,70,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 92 ટન, કોટનમાં 129725 ગાંસડી, મેન્થા તેલમાં 342.36 ટન, રબરમાં 70 ટન, સીપીઓમાં 73,050 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 28,329 સોદાઓમાં રૂ.2,345.58 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 13,620 સોદાઓમાં રૂ.1,081.13 કરોડનાં 15,262 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 9,813 સોદાઓમાં રૂ.922.16 કરોડનાં 11,044 લોટ્સના વેપાર થયા હતા, જ્યારે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 4,896 સોદામાં રૂ.342.29 કરોડનાં 5,024 લોટ્સનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,278 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 786 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સમાં 263 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,210ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,387 અને નીચામાં 13,925ના સ્તરને સ્પર્શી, 462 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 244 પોઈન્ટ ઘટી 13,935ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 17,005ના સ્તરે ખૂલી, 509 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 477 પોઈન્ટ ઘટી 16,572ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો 6,010ના સ્તરે ખૂલી, નીચામાં 4,955 સુધી જઈ, સપ્તાહ દરમિયાન 1,055 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 948 પોઈન્ટ ઘટી 5,148ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,96,546 સોદાઓમાં રૂ.45,437.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,230.70 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.413.06 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.42,787.74 કરોડનાં કામકાજ થયાં હતાં.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.