સિદ્ધુ :પીએમ મોદી એ નવવધુ જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધુ ખણકાવે છે.

ગમ્યું તો આગળ શેર કરો.

  લોકસભા ચૂંટણીના પ્રચારમાં પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ દરમિયાન ઈન્દોર પહોંચેલા કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ એક વાર ફરીથી પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યો છે. ઈન્દોરમાં એક જનસભાને સંબોધિત કરીને સિદ્ધુએ પીએમ મોદી પર ભાગલાવાદી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જીએસટી, નોટબંધી અને રોજગારના મુદ્દે પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યુ.

આ પણ વાંચોઃ રાત પસાર કરવા માટે સીએમ ખટ્ટરે લેવી પડી હાઈકોર્ટની શરણ, જાણો શું છે મામલો પીએમ મોદી એ નવવધુ જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધુ ખણકાવે છેઃ સિદ્ધુ ઈન્દોરમાં સિદ્ધુનો પીએમ મોદી પર હુમલો ઈન્દોરમાં સિદ્ધુએ ચૂંટણી સભા દરમિયાન કહ્યુ, ‘નરેન્દ્ર મોદીમાં દમ હોય તો તે રોજગાર નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડીને બતાવે, તે લોકોને ધર્મ અને જાતિના નામ પર ભાગલા પાડીને ચૂંટણી લડી રહ્યા છે.’ સિદ્ધુએ કહ્યુ કે મોદી સરકાર ગંગા નદીને સાફ કરવા, બે કરોડ નોકરીઓ આપવા અને કાળુ નાણુ પાછુ લાવવામાં નિષ્ફળ રહી છે. આ દરમિયાન સિદ્ધુએ પીએમ મોદી પર જૂઠ બોલવાનો આરોપ લગાવ્યો.પીએમ મોદી એ નવવધુ જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધુ ખણકાવે છેઃ સિદ્ધુ પીએમ મોદી અને તેમનો આખો કાફલો જૂઠ્ઠો સિદ્ધુએ કહ્યુ, ‘પીએમ મોદી અને તેમના આખો કાફલો જૂઠ્ઠો છે. મે હીરો નંબર વન,કુલી નંબર વન અને બીવી નંબર વન જેવી ફિલ્મો જોઈ હતી પરંતુ હાલમાં મોદીની નવી ફિલ્મ આવી રહી છે – ફેંકુ નંબર વન.’ સિદ્ધુએ મોદી સરકાર પર તીખો હુમલો કરીને કહ્યુ, ‘ના રામ મળ્યા, ના રોજગાર મળ્યો, દરેક ગલીમાં મોબાઈલ ચલાવતો એક બેરોજગાર મળ્યો.’ સિદ્ધુએ કહ્યુ, ‘પીએમ મોદી એ દુલ્હન જેવી છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધારે ખણકાવે છે જેથી મોહલ્લાવાળાને ખબર પડે કે તે કામ કરી રહી છે. બસ આ જ થયુ છે મોદી સરકારમાં.’પીએમ મોદી એ નવવધુ જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધુ ખણકાવે છેઃ સિદ્ધુ ઈન્દોરવાળા, હવે ‘કાળા અંગ્રેજો’થી આ દેશને મુક્તિ અપાવશે – સિદ્ધુ ઈન્દોરમાં સભાને સંબોધિત કરીને સિદ્ધુએ કહ્યુ કે, ‘કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી અપાવી. આ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે, તેમણે ગોરાઓથી આઝાદી અપાવી હતી અને તમને ઈન્દોરવાળા હવે ‘કાળા અંગ્રેજો’થી આ દેશને મુક્તિ અપાવશો.’ સિદ્ધુએ રાફેલ સોદા પર પણ પીએમ મોદીને ઘેર્યા અને કહ્યુ કે, ‘મોદી દેશના લોકોને કહેતા હતા કે તેમને 10 રૂપિયાની પેન ખરીદવા પર દુકાનદાર પાસેથી બિલ લેવુ જોઈએ, પરંતુ જ્યારે રાફેલ વિમાનોના બિલની વાત થાય છે તો તે અકળાઈ જાય છે?’

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો