મહીસાગરના સંતરામપુરમાં ધોળે દિવસે ગેરકાયદેસર ગર્ભપાતના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાંથી ભ્રુણ મળી આવતા ચકચાર, મોટા કૌભાંડની આશંકા
અશરફખાન જત, પાટણ : ગર્ભપાત (Ilegal Abortion) વિરોધી નિયમો અને કાયદાઓ જાણે કે ચોપડા પર જ હોય તેમ એક પછી એક ભ્રુણ હત્યાના પુરાવા સામે આવી રહ્યા છે. મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતની ઘટના સામે આવ્યા બાદ પાટણ જિલ્લાના સિદ્ધપુરના (Siddhpur) તાવડીયા ગામ નજીકથી પ્લાસ્ટિકના ડબ્બામાંથી માનવ ભ્રુણ (embryo) મળી આવ્યા છે. મહીસાગરના સંતરામપુરમાં ધોળે દિવસે ગેરકાયદેસર ગર્ભપાતના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાંથી ભ્રુણ મળી આવતા ચકચાર વ્યાપી છે. આ ભ્રુણ હત્યા છે કે પછી કોઈ હૉસ્પિટલનો વેસ્ટ છે તે અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
આ ચકચારી ઘટનાની વિગતો એવી છે કે આજે સિદ્ધપુરના તાવડિયા ગામ નજીક રોડ પરથી 13 જેટલા ભ્રુણ પ્લાસ્ટિકના ડબ્બામાંથી મળી આવ્યા હતા. આ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. લોકોમાં માનવતાના હત્યારાઓ માટે ફિટકાર વરસી રહ્યો હતો.
જોકે, કેટલાક ભ્રુણ તો સ્પષ્ટપણે માનવ ભ્રુણ હોવાની જ વિગતો છે જ્યારે અન્ય ગાંઠ સ્વરૂપ દેખાતા ભ્રુણ ફોરેન્સિક તપાસનો વિષય બની ગયો છે તે ગાંઠો છે કે ભ્રુણ તેના અંગે પણ સવાલો થઈ રહ્યા છે.
કોઈ પ્રસુતિગૃહ કે હૉસ્પિટલના આ ગોરખધંધા છે કે પછી પછી હૉસ્પિટલના ડીસપ્લેનું સરકારના નિયમ પ્રમાણે ડિસ્પોઝલ કરવાના બદલે ફેંકી દેવામાં આવ્યા છે તે પણ તપાસનો વિષય છે. બનાવની તલસ્પર્શી તપાસ થાય તો માનવતાની હત્યાની આ ઘટના સામે આવી શકે છે. હાલ તો પ્લાસ્ટિકની બોટલમાંથી મશળી આવેલા આ ભ્રુણ તપાસનો વિષય બની ગયો છે પરંતુ અનેક આશંકાઓ આ ઘટનાના કારણે જન્મી છે
આ અંગે તાવડિયા ગ્રામ પંચાયતના સદસ્ય ઠાકોર અલ્પેશજીએ જણાવ્યું કે આજે અહીંયા છોકરાઓ ભેસ ચરાવતા હતા ત્યારે પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો જેમાંથી આ ડબ્બામાં ભરેલા ભ્રુણ નીકળ્યા હતા. એક ડબ્બામાં તો સંપૂર્ણ મૃત બાળક બતું બીજામાં અવશેષો ભ્રુણ જેવા હતા. હવે સિદ્ધપુરના દવાખાનાના ભ્રુણ છે કે પછી ગેરકાયદેસર ગર્ભપાતના અવશેષો છે તે અંગે અમને શંકા પડી છે. અમે પોલીસને આ અંગે જાણ કરી છે.