સામાન્ય બાઈક ચાલકોને કાયદાનો પાઠ ભણાવતી શહેર ટ્રાફિક પોલીસની કાર્યવાહી અહી કેમ ઢીલી ?
હપ્તારાજની નિતી કે કોઇ બીજુ કારણ ? : શહેરીજનોમા ઉઠતા સવાલો
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં શટલિયા ચાલકો અડીંગો જમાવીને પેસેન્જરો લેવા માટે રસ્તા વચ્ચે ઉભા રહી જતાં હોય છે. વાત કરવામાં આવે તો શહેરનો કિર્તીસ્તંભ વિસ્તાર, એરોમા સર્કલ આસપાસના વિસ્તારો તેમજ શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં પણ શટલીયા ચાલકો અડિંગો જમાવીને રસ્તા વચ્ચે જ પોતાના વાહનો નો ખડકલો જમાવી દેતા હોય છે. પરંતુ શહેર ટ્રાફિક પોલીસને માત્ર નાના બાઈક ચાલકો જ દેખાતાં હોય તેમ બાઈક ચાલકોને કાયદાનો પાઠ ભણાવતી હોય છે. પરંતુ હપ્તાની હાડમારીમાં કે બીજું કોઈ કારણ હોય પરંતુ શટલીયા ચાલકો સામે કાર્યવાહીમાં ઢીલી નીતિને પગલે શહેરીજનોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો – #ઉદાશીન_આશ્રમ : મહિલા પર બળાત્કારનો ગુનો કબુલ્યો, મહંત જેલના હવાલે
પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં શટલીયા ચાલકો ગેરકાયદે રીતે અડિંગો જમાવીને રસ્તાની વચ્ચો વચ્ચ જ વાહનોનો ખડકલો જમાવી બેઠા છે. પરંતુ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવાને બદલે આંખ મિચામણા કરી માત્ર નાના બાઈક ચાલકો સહિતના વાહન ચાલકોને હેરાનગતિ કરવામાં આવતી હોય છે અને તેઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવતો હોય છે. પરંતુ શટલીયા ચાલકો સામે નિયમો બદલાઇ જતા હોય તેમ લાગી રહ્યું છે. પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં શટલીયા ચાલકો અડીંગો જમાવીને ઉભા રહેતા હોય છે. હાઈવે ઉપર પણ શટલીયા ચાલકો મુસાફરો ભરવાની લ્હાયમાં રોડ વચ્ચે ઉભા રહી જતા હોય છે. ત્યારે આવા ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા અને શહેરમાં અડીંગો જમાવી રસ્તા વચ્ચે ઉભા રહી પેસેન્જરો ભરતા વાહન ચાલકો સામે કાર્યવાહીમાં શહેર ટ્રાફિક પોલીસ કેમ ઢીલી નિતી અપનાવી રહી છે. હપ્તાની હાડમારી કે પછી બીજુ કોઇ પરીબળ આના પાછળ જવાબદાર છે તેવા સવાલો શહેરીજનોમા ઉઠવા પામ્યા છે.
શહેર ટ્રાફિક પી.એસ.આઇ. એેક નજર…ઇધર ભી…
પાલનપુર શહેર ટ્રાફિક પી.એસ.આઇ. એક એક નજર.. શહેરમાં અડીગો જમાવી ઉભા રહેતા શટલીયા ચાલકો સામે પણ કરીને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી તેમને પણ કાયદાનો પાઠ ભણાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.