ગરવીતાકાત,અરવલ્લી: બાયડ તાલુકા ના રમાસ માં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસ ના અંગ્રેજી શિક્ષક શ્રી વિજયભાઈ આઈ પટેલ નિરમાલી દ્વારા શાળાના તમામ બાળકોને ઝાંઝરી મુકામે tasteful દાલબાટી તથા ડ્રાયફ્રુટ લાડુ નું ભોજન આપવામાં આવ્યું તેમજ બાળકોને ઝાંઝરી ના રમણીય સ્થળ ને ટૂંકો પ્રવાસ કરાવવામાં આવ્યો આજના પ્રસંગે શાળાના પૂર્વ પ્રિન્સીપાલ શ્રી પી એમ પટેલ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો શ્રી વિજયભાઈ પટેલ શ્રી દિપકભાઈ પટેલ સિનિયર ક્લાર્ક શ્રી રમેશભાઈ પટેલ તેમજ શાળાના પ્રિન્સિપાલ ઉન્મેષભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી વિદ્યાર્થીઓ અરવલ્લી જિલ્લાના સૌથી શ્રેષ્ઠ ગણાતા પ્રાકૃતિક અને રમણીય સ્થળ એવા ઝાંઝરી અને તેના નદીકિનારો, ધોધ, નદીનાં કોતરો, પૌરાણિક મંદિર વગેરે જોઈને ખૂબ જ આનંદિત થયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી