બ્રહ્મ સમાજમાં મૃત્યુ પાછળ સમૂહ ભોજન ને સંપૂર્ણ પણે બંધ કરવા સમાજના અગ્રણીઓની અપીલ 
સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા દ્વારા સમાજમાં ચાલતા મૃત્યુ બાદ સમુહભોજના રિવાજને સંપૂર્ણપણે બંધ કરવા સમાજના અલગ અલગ ગોળના ૪૪ અગ્રણીઓ સાથે થયેલી ચર્ચા વિચારણા બાદ બુધવારે પાલનપુર ખાતે સમાજના આગેવાનોએ સમાજમાં કુરીવાજો બંધ કરવા સમાજના લોકોને આહવાન કર્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મ સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના ગોળ મા ચાલતા રિવાજ મુજબ સમાજના લોકોને ભોજન કરાવવામાં આવતું હોવાના રિવાજો છે. જોકે, આવા કુરિવાજો ડામવા સમાજના અલગ અલગ ગોળના સામાજિક તેમજ રાજકીય ૪૪ જેટલા આગેવાનોએ ચર્ચા વિચારણા બાદ બુધવારે પાલનપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય પાલનપુર શહેરના યુવા પ્રમુખ ધવલ મહાશંકરભાઈ જોષી સહિતના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કેટલાક કુરિવાજો જેવા કે મરણ બાદ સમૂહ ભોજ આ રિવાજમાં  સમાજના નાના માણસને પરિવારના વ્યક્તિના મોતની દુઃખની ઘડી એ સમાજને સમૂહ ભોજ આપવુ આર્થિક રીતે એક સંકટ સમાન બને છે. ત્યારે આવા કુરિવાજોને સમાજમાંથી દૂર કરી પરિવારના વ્યક્તિના મૃત્યુ બાદ નજીકના મંદિરમાં પૂજા અર્ચના કરતા કે કુળના ગોર મહારાજને દાન કરવા સમાજના લોકોને આહવાન કરવા માં આવ્યું છે. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજ્ય બનાસકાંઠા જિલ્લા પ્રભારી ભરતભાઇ વ્યાસ,અતુલભાઇ ચોક્સી, લલિતભાઈ પુરોહિત સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
કોરોનાએ આંખો ખોલી
મૃત્યુ બાદ ભોજન આપવાથી મૃતકની આત્માને શાંતી મળે છે. તેમજ આ આત્માને મોક્ષ પ્રદાન થતું હોવાની માન્યતા છે.તો કોરોનાની આ મહામારી વચ્ચે જે લોકો  ફરજ દરમિયાન વીરગતિ પામ્યા છે. વિશ્વમાં 4 લાખ થી પણ વધુ લોકો એ જીવ ગુમાવ્યા છે. તો શું તેમને મોક્ષ નહિ મળે, તેઓ સ્વર્ગ માં નહિ જય, આવા અનેક સવાલો છે. જેના જવાબ કોઈની પાસે નથી. ત્યારે કોરોનાએ આપણી આંખો ખોલી છે. ત્યારે કુરિવાજોને તિલાંજલિ આપવા ધવલ જોશી અને ભરતભાઈ વ્યાસે અનુરોધ કર્યો હતો.
Contribute Your Support by Sharing this News: