ગરવીતાકાત,અરવલ્લી: શ્રી મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ મોડાસા દ્વારા તેજસ્વી તારલા તથા નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિધાર્થીઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓને શિલ્ડ, મોમેન્ટો અને પ્રમાણપત્ર  એનાયત  કરી પ્રોત્સાહન આપ્યું હતું.

ડૉ.બાબા સાહેબ આંબેડકર ના આર્શિવાદ થી શિક્ષણના બંધારણીય અધિકાર મેળવીને  કારકિર્દી ઉજ્જવળ બનાવનાર તેજસ્વી તારલાઓ અને  નવનિયુક્ત કર્મચારીઓ ને પ્રોત્સાહિત અને શુભેચ્છા આપવા માટે મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા  ધોરણ   દસમા ના સતાવિસ વિધાર્થીઓ, ધોરણ  બારમા ના સાડત્રીસ વિધાર્થીઓ અને  ગ્રેજયુએટ,બી એસ સી,એમ એસ સી,  ડોક્ટર ,સી એ ,રમતગમત ક્ષેત્રે   છાસઠ વિધાર્થીઓને અને  નવનિયુક્ત ત્રેસઠ સરકારી કર્મચારીઓને મોમેંટો,શિલ્ડ  અને   પ્રમાણપત્ર સમારંભના અધ્યક્ષ  મોડાસા  ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ ઠાકોર, અધિક કલેકટર  આર.કે રાઠોડ, સબલપુર ગામ સરપંચશ્રી ના હસ્તે અર્પણ   કરાયા હતા. તેમજ  સરકારી ક્ષેત્રે   નવનિયુક્ત થયેલ સડસઠ કર્મચારીઓ ને શિલ્ડ, મોમેંટો   અને પ્રમાણ પત્ર આપી ને શુભેચ્છાઓ આપી હતી.

સમારંભના  અધ્યક્ષ  ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ  ઠાકોર અને મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ શાહ, ડો  અશ્વિનભાઈ રાઠોડ ,રવિભાઈ રાઠોડ ,  હાજર રહીને  વિધાર્થીઓ ને  શિક્ષણ સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ ઓમા રસ લઈને જિંદગીમાં  સદા ઉન્નતિ  થાય તેવા સંદેશો આપ્યો હતા અને વિધાર્થીઓને શિલ્ડ, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપ્યા હતા.આ સર્વ સન્માન સમારોહ નું આયોજન  મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ ના સહિયારા સહયોગથી   કરવામાં આવ્યું