ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના બાયડ માલપુર ધનસુરા ના જાણીતા પર્યટક સ્થળો ને વિકાસ કરવા માટે બાયડ પ્રાંત ઓફિસર દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે ત્યારે બાયડ – માલપુર પ્રવાસન પથ જિલ્લા પ્રવાસન સમિતિ ની થયેલ ચર્ચા મુજબ બાયડ અને માલપુર ના જુદા જુદા સ્થળો નો એક પ્રવાસન પથ તૈયાર કરવાનું પ્રયત્ન છે. આ પર્યટન પથ ઝાંઝરી થઈને માલપુર સુધી જઈ ને આગળ કલેશ્વરી અથવા શામળાજી સુધી જાયે એવું દૃષ્ટિ છે. ઝાંઝરી – બાયડ – ઉભરણ – વાત્રક – માલપુર આ બાબત એક મિટિંગ માં  બાંધકામ – સિંચાઈ વિભાગો ના એન્જીનિઅર, મામલતદાર શ્રી, TDO શ્રી , સરપંચ શ્રી ઓ સાથે ચર્ચા કરીને સૂચના આપી. ડ્રાફ્ટ દરખાસ્ત આવતી પ્રવાસન સમિતિ માં મુકવામાં આવશે બાયડ સ્થિત “રામ તળાવ” ને એક પર્યટન સ્થળ વિકસિત કરવા માટે દરખાસ્ત તૈયાર કરવા  CO શ્રી બાયડ ને સૂચના આપી. ધનસુરા, માલપુર અને બાયડ ના  ” ક” કક્ષાના 18 ધાર્મિક અને પ્રાગૈતિહાસિક સ્થળો ના વિકાસ બાબત TDO શ્રી ને સૂચના આપી. બાયડ તાલુકામાં આવેલું ઝાંઝરી ધોધ વાત્રક નદી ઉપર ડાભા ગામથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે માલપુર તાલુકામાં આવેલું  ભોમાતા મંદિર વાત્રક મગોડી અને વાત્રક ડેમ નજીક આવેલું છે આ મંદિર બહુ જ સુંદર અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું છે આ બહુ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર  માલપુર તાલુકામાં અન્ય પણ જોવા લાયક ઘણા સ્થળો છે શૂરપાણેશ્વર મંદિર જે ઉભરાણ નજીક બહુ જ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે વાત્રક ડેમ માલપુર તાલુકાના ભોમાતા ટેકરીઓ વચ્ચે વાત્રક જળાશય ખુબજ રમણીય અને સુંદર જગ્યા છે મગોડી વેટલેન્ડ માલપુર તાલુકાના મગોડી ગામ નજીક ટેકરીઓ વચ્ચે કુદરતી તળાવ છે બાયડ ઝાંઝરી ધોધ માલપુરના મગોડી નું વેટલેન્ડ તેમજ અન્ય પાંચ જાણીતા ધાર્મિક જગ્યાની પ્રવાસનધામ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ સાથે બાયડ પ્રાંત અધિકારી શ્રી એ બાયડના ઝાંઝરી માલપુર મગોડી તેમજ અન્ય ધાર્મિક સ્થળોની પ્રવાસનધામ તરીકે વિકસાવવા જિલ્લાકક્ષાના પ્રવાસનધામ કમિટીમાં આ અગાઉ ચર્ચા કરેલી છેે આ સ્થળના વિકાસ માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવે તેમ જણાવ્યું હતું અરવલ્લી જિલ્લામાં અનેક એવા જાણીતા સ્થળો વિકાસ ચમકી રહ્યા છે જેમાં બાયડ તાલુકાનું ઝાંઝરી ધોધ વૈજનાથ મહાદેવ મંદિર ધારેશ્વર મહાદેવ મંદિર તેમજ માલપુર તાલુકાના વાત્રક ડેમ વેટલેન્ડ ભોમાતા મંદિર સહિતના જાણીતા સ્થળો નો સમાવેશ થાય છે સરકાર દ્વારા ઉપરોક્ત પર્યટક સ્થળ તરીકે વિકાસ કરાય તો પ્રવાસીઓનો વધારો થઈ શકે છે ખાસ કરીને બાયડના ઝાંઝરી ધોધ નિહાળવા ગુજરાત ભરમાંથી પર્યટકો ઉમટી પડે છે પરંતુ આ સ્થળે પાયાની કે પ્રાથમિક કોઈ સુવિધા ન હોવાથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ માલપુર માં આવેલું મગોડી વેટલેન્ડ અરવલ્લી માં જોવાલાયક સ્થળોમાં તળાવ આવેલું છે ચોમાસાની સિઝનમાં આ તળાવ છલોછલ થાય ત્યારે અદભુત નજારો જોવા મળી છે આ તળાવ માં વિવિધ પ્રજાતિના પક્ષીઓ આશરો લે છે પરંતુ આ સ્થળો પ્રત્યે સરકારે ઓરમાયુ વર્તન કરી કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી આ ઉપરાંત અરવલ્લી માં સૌથી મોટું જળાશય વાત્રક ડેમ ની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસનધામ બની શકે છે તેમજ અન્ય ત્રણ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી બની ગયું છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી