શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા સ્વ. માનસિંહભાઇ પટેલની 53મી પુણ્યતિથી નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 

October 1, 2023

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં અમૃત મહોત્સવ 2023 અંતર્ગત કાર્યક્રમ યોજાયા 

ગરવી તાકાત, વિસનગર તા. 01 – શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં સ્વ.માનસિંહભાઈ પટેલની 53મી પુણ્યતિથિ તેમજ અમૃત મહોત્સવ-2023 અંતર્ગત સ્વ. માનસિંહભાઈ પટેલ સ્મરણાંજલિ કાર્યક્રમ, બ્લડ ડોનેશન કેમ્પ અને સંસ્થાના પ્રમુખોની તસ્વીર અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આમ આદર્શ વિદ્યાલય ખાતે ત્રિવેણી કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના લોકસભાના સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સંસદ બાબુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાનની સરવાણી વહી હતી.

આદર્શ વિદ્યાલય ખાતે ઉત્તર ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રણેતા તથા મહેસાણા જિલ્લાને આગવી ઓળખ અપાવનાર દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક અને આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના આર્ષદ્રષ્ટા એવા પૂજ્ય સ્વ.માનસિંહભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ સંસ્થાની સ્થાપનાથી આજદિન સુધી સંસ્થાના સુકાની તરીકે સેવા આપનાર પ્રમુખોની તસ્વીરોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યકમમાં દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં દાનની સરવાણીમાં ૩ કરોડ જેટલું દાન મળ્યું હતું.

અમૃત મહોત્સવ અંતર્ગત તથા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના રક્તદાતા એવા યુવાન ભાઈઓ-બહેનો દ્વારા સ્વ. માનસિંહભાઈના જન્મના 103 વર્ષ થયેલ હોઈ 103 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરેલ તમામ ભાઈઓ-બહેનોને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર તરફથી વોટર જગ તથા બ્લડ બેન્ક તરફથી પણ આકર્ષક ભેટ આપવામાં આવી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0