મહેસાણા જિલ્લામાં અલગ અલગ 07 કડીયાનાકા પર શ્રમિક અન્નપુર્ણા ભોજન વિતરણ કેન્દ્ર ચાલુ છે
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૬.૯૪ લાખ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા
મહેસાણા માહિતી નિયામક તા. 09 – ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં અલગ અલગ 07 કડીયાનાકા પર શ્રમિક અન્નપુર્ણા ભોજન વિતરણ કેન્દ્ર ચાલુ છે. જેમાં 05 કડીયાનાકા પર કેન્દ્રોના લોકાર્પણનો કાર્યક્રમ 10 નવેમ્બરને શુક્રવારના રોજ સવારે નવ કલાકે રાખેલ છે. રાજ્યમાં અત્યારે ૧૦ જિલ્લાના કુલ ૧૧૮ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. છેલ્લા એક વર્ષમાં આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી ૫૫ લાખથી પણ વધારે ભોજન વિતરણ થયું છે. અહીંથી સરેરાશે દરરોજ ૨૭ હજાર કરતાં વધારે ભોજન વિતરણ થાય છે. જે માટે વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માં કુલ રૂ. ૨૫૦૨ લાખ કરતાં વધારેનો ખર્ચ થયો છે. ત્યારે હવે નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થતા રાજ્યમાં કુલ ૨૭૩ કડીયાનાકાઓ ખાતેથી શ્રમિક પરિવારને પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૬.૯૪ લાખ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષા સંબંધિત ૧૭ યોજનાઓ કાર્યરત છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ ઇ-નિર્માણ કાર્ડ ધારક શ્રમિકોને આપવામાં આવે છે. ભોજન વિતરણ કેન્દ્રો ખાતે શ્રમિકના ઈ-નિર્માણ કાર્ડ ઉપર દર્શાવેલા ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરી ભોજન આપવામ આવે છે. ત્યાં શ્રમિકને એક સમયનું ભોજન વધુમાં વધુ ૬ વ્યક્તિની મર્યાદામાં આપવામાં આવે છે.
જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ના હોય, તેવા બાંધકામ શ્રમિકોની બુથ પર જ હંગામી નોંધણી થાય છે અને તેના આધારે ૧૫ દિવસ સુધી ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિક તથા તેના પરિવારને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે. મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આત્મરામ કકા હોલ જી.આઇ.ડી.સી દેદીયાસણ ખાતે શ્રમિક અન્નપુર્ણા યોજનાનું ભોજન વિતરણ કેન્દ્રનં લોકાર્પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે થનાર છે. આ ઉપરાંત ખેરાલુ ખાતે બાલાપીર પાસે ખેરાલુ,વડનગર ખાતે ઘોસ્કો સર્કલ,તાનારીરી રોડ વડનગર,વિજાપુર ખાતે જુના બજાર વિજાપુર અને ફાયર સ્ટેશન વિજાપુર તેમજ વિસનગર ખાતે ઉમિયા માતા મંદિર સામે પટણી દરવાજા વિસનગર ખાતે લોકાર્પણનો કાર્યક્મ યોજાનાર છે. તેમ પ્રોજેક્ટ મેનેજર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું