મહેસાણામાં ફાર્મ તથા ફેક્ટરીઓમાંથી ચોરી કરતી ચડ્ડી ગેંગનો પર્દાફાશ – 5 ગુનાનો ભેદ ઉકેલાયો !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા એલસીબીને મોટી સફળતા મળી છે. મહેસાણા જીલ્લામાં આવેલ ફાર્મ તથા ફેક્ટરીમાં ચોરી કરતી ચડ્ડી ગેંગના સભ્યો પકડાયા છે. જેમાં તેઓ રાત્રીના સમયે અનેક સ્થળોએ ચોરી કરી હોવાનુ ખુલ્યુ છે. મહેસાણા જીલ્લામાં બનેલી અનેક ચોરીના બનાવોને અન઼ડીટેક્ટ કરવા પોલીસે 4 ટીમ બનાવી હતી. જેમાં એલસીબીની ટીમે ચડ્ડી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડી ચોરીના ભેદ ઉકેલ્યા છે.  

મહેસાણા જીલ્લામાં આવેલા ફાર્મ તથા ફેક્ટરમાં ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડવા મહેસાણા પોલીસ કાર્યરત હતી ત્યારે એલસીબીને બાતમી મળી હતી કે, શોભાસણ પુલના રામપુરા તરફ બે ઈશમો શંકાષ્પદ હાલતમાં ઉભેલા છે. જે બાતમી આધારે એલસીબીની ટીમે સ્થળે પહોંચી બન્નેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેમની પાસેથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી કુલ 46,000 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પુછપરછ દરમ્યાન આરોપીઓએ પોતાનો ગુનો કબુલતા કહ્યુ હતુ કે, આજથી થોડા સમય પહેલા વહાણવટી ફાર્મમાથી તેમને બ્રીજલોડ બંદુક સહીત રોકડ તથા મોબાઈલ ફોનની ચોરી કરી હતી. ચોરી કરેલ બંદુકને તેમને ખારા પાણીમાં નાખી દીધી હોવાનુ પણ કહ્યુ હતુ જે બંદુકને શોધી કાઢવામાં આવી છે. 

ઝડપાયેલ આરોપીઓ અલ્પેશ મગનભાઈ ડામોર, ભાવસીંહ મેસુભાઈ ડામોર રહે – વજેલાવ, ભુતવડ ફળીયુ, તા.ગરબાડા, જી- દાહોદવાળાઓએ ચડ્ડી ગેંગમાં રહી મહેસાણામાંં અન્ય 5 સ્થળે પણ ચોરી કર્યુાનુ કબુલ્યુ છે. જેમાં ઉમા ઈન્ડસ ગેસ પ્રા. લી.(2) સુરજ સ્ટીલ રોલીંગ મીલ (3) અનમોલ ફર્ટી કેમ ઈન્ડ્ર. (4) લ્યુમેન ફાર્મા કેમ પ્રા.લી. (5) વહાણવટી ફાર્મ હાઉસમાં ચોરી કરેલ હતી. જે મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુના પણ નોંધાયા હતા. આરોપીઓ કડીયાકામ કરવાના બહાને આવી રાત્રીના સમયે કપડા કાડી ચડ્ડી બનીયાન પહેરી ચોરી કરતા હોવાનુ પોલીસ સુત્રએ જણાવ્યુ છે.

ચડ્ડી ગેંગના વોન્ટેડ આરોપીઓના નામ

  • કેશાભાઈ મગનભાઈ ડામોર
  • કલસીંહ મગનભાઈ ડામોર
  • કમાભાઈ મડીયાભાઈ ખરાડ
  • વિજય સોમાભાઈ બારીયા 
  • સરસોડાવાળો એક ઈસમ જેનુ નામ જાણવા મળેલ નથી. – તમામ રહે – રહે – વજેલાવ, ભુતવડ ફળીયુ, તા.ગરબાડા, જી- દાહોદ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.