ભારતીય ક્રીકેટ ટીમના ભુતપુર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને ગઈકાલે અલવિદા કહી દીધું છે અને તેની આ જાહેરાતના થોડાક જ કલાકમાં તેને એક મોટી ઓફર પણ મળી ગઈ છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને ધ હન્ડ્રેડ લીગની ટીમ લંડન સ્પિરિટના કોચ શેન વોર્ન એ ધોનીને પોતાની ટીમ તરફથી રમવા માટેની ઓફર આપી છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાશે. જે ટુર્નામેન્ટ કુલ 100 બોલ ની હોય છે માટે તેને હન્ડ્રેડ લીંગ તેનુ નામ રાખવામાં આવ્યુ છે.

ધ હન્ડ્રેડ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની એક પ્રયોગાત્મક ટૂર્નામેન્ટ છે, જે આ વર્ષે 8 ટીમોની સાથે લૉન્ચ થવાની હતી, પરંતુ  આ ટૂર્નામેન્ટને કોરોના વાયરસના કારણે આવતા વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે.

મહેન્દ્ર સિંહ ધોનીની સાથોસાથ સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી લીધી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ બે વારના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ધોની આઈપીએલ રમવાનુ ચાલુ રાખશે. જોકે એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે તે ફ્રેન્ચાઇઝી બેઝડ ટૂર્નામેન્ટ રમી શકે છે. ધોનીએ આઈપીએલની તૈયારી માટે ચેન્નઈ પહોંચવાના આગલા દિવસે પોતાનો મોટો નિર્ણય ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોમાં જાહેર કર્યો હતો.

ધોનીનુ ક્રીકેટ કરીયર

Competition Test ODI T20I T20
Matches 90 350 98 317
Runs scored 4,876 10,773 1,617 6621
Batting average 38.09 50.53 37.60 39.88
100s/50s 6/33 10/73 0/2 0/27
Top score 224 183* 56 84*
Balls bowled 96 36 12
Wickets 0 1 0
Bowling average 31.00
5 wickets in innings 0
10 wickets in match 0
Best bowling 1/14
Contribute Your Support by Sharing this News: