— નગરપાલિકાના ના સતાધીશો ધટના ના કલાકો વીતી ગયા હોવા છતાં ડોકિયું કરવા પણ ના આવ્યાં :
ગરવી તાકાત મહેસાણા : કડી માં ગત રાત્રિ દરમ્યાન 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડતાં જ્યાં જોવો ત્યાં પાણી ભરાતાં લોકો ચિંતામાં મુકાયા હતા.
ત્યારે રહેણાક વિસ્તારમાં તો પાણી ભરાયાં સાથે સાથે શોપિંગ માં આવેલ દુકાન માં પાણી ઘુસી જતા વેપારીઓ નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.

કડી શહેર ના હાઇવે રોડ રસ્તા ઉપર આવેલ સામે ના શોપિંગ માં નીચે ની બાજુમાં આવેલ ભોંયરા ના ભાગમાં આવેલ દુકાન માં છલો છલ પાણી ભરાઇ જતાં દુકાન દારો મુશ્કેલી માં મુકાઈ ગયા હતા. દુકાન માં રહેલ તમામ માલ સામાન વેડાફાઈ ગયો હતો અને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. કડી નગપાલિકા દ્રારા થોડાં મહિના પહેલા ત્યાં હાઇવે રોડ રસ્તા ઉપર ના સાઇડ ના ભાગે બ્લોક નાખવામાં આવ્યા હતા
અને નીચે
ના ભાગે ગટર લાઈન નું પણ પાણી નો યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતું કડી નગરપાલીકા ની કામગીરી એટલી હદે બેદરકારી જોવા મળી રહી છે કે ત્યાં વઘારે વરસાદ નું પાણી આવતા ત્યાં શોપિંગ ની દીવાલ ધરાસ્ય થતાં મોટી આફત આવી પડી હતી.

રસ્તા ઉપર રોડ ની સાઇડ માં જે ફૂટ પાટ બનાવવામાં આવ્યો છે તેને યોગ્ય રીતે કામગીરી ના કરતા ત્યાં રોડ રસ્તા ધોવાઈ જતાં મોટાં ભુવા પડયા હતા અને ગટર લાઇન ની પાઇપ અને રસ્તા ઉપર ના લગાવેલ બ્લોક ને બધુ ધોવાઈ ને ઘરાસ્ય થઈ ગયું હતું .અને સમગ્ર દુકાન માં પાણી પાણી ફરી વળ્યુ હતું છેલ્લાં કેટલાય ક્લાકો થી પાણી નિકાલ ના થતાં ત્યાં ના વેપારીઓ એ આખરે ફાઇટર લગાવી ને પાણી નો નિકાલ કરવામાં આવ્યો હતો. સમગ્ર ધટના કલાકો વીતી ગયા હોવા છતાં ત્યાં કડી નગરપાલિકા ના સતાધીશો ડોકિયું કરવા માટે પણ નહતા આવ્યા.ત્યાં ના તમામ વેપારીઓ એ કડી નગરપાલિકાની બેદરકારી કામગીરી ને કારણે સત્તાધીશો સામે રોષે ભરાયાં હતાં.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી