પાલનપુર શહેરમાં ધરતીનું ઋણ ચુકવવા માટે દુકાનદારનો અનોખો દેશપ્રેમ : તેરી મિટ્ટી મે. મિલ.જાવા.

શેર કરવા અહીં ક્લિક કરો.

— પાલનપુરમાં ધ કાશ્મીર ફિલ્મ જોઈ આવો અને ટીકીટ બતાવી મફતમાં ફાફડા અને જલેબી ખાઓ.

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેરમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા એક ફાફડા અને જલેબીના દુકાનદારે અનોખો દેશપ્રેમ બતાવ્યો છે. આ વેપારીએ ધ કાશ્મીર ફિલ્મ જોઈ આવનાર લોકોને ટિકિટ બતાવી મફતમાં ફાફડા અને જલેબી ખાઈ જવાની જાહેરાત કરી છે.
ભારત દેશની આ ધરતી પર જન્મ લીધા બાદ આ ધરતી પર જ સૌનું બાળપણ અને જવાની પણ વિતતી હોય છે ત્યારે પોતાના દેશમાં અને પોતાના વતનમાં રહેવાને બદલે દેશની સરહદ પર તૈનાત થઈ અને દેશ સેવાની ફરજ બજાવનાર દેશના જવાનોને સો.. સો. સલામ છે.
ત્યારે પોતાનું વતન અને ઘર છોડીને આ ફરજ બજાવવી કેટલી મુશ્કેલ છે તે આ ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે અને સત્ય કહાની ઉપર આધારિત આ ફિલ્મ આપણા દેશની આર્મી અને તેની સાચી ઓળખ તેમજ કેટલીક દિલચસ્પ વાતો આ ફિલ્મમાં દર્શાવી છે.
ત્યારે આ ફિલ્મ દેશના લોકો વધુમાં વધુ નિહાળે તે માટે દેશના સાચા દેશ ભક્તો પ્રયત્નો કરી રહ્યાં છે તેમાં પાલનપુરમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ ફાફડા જલેબીની દુકાન ધરાવતા વેપારીએ લોકો વધુમાં વધુ આ ફિલ્મ નિહાળે તે માટે પોતાની દુકાનમાં બનતા ફાફડા જલેબીનું આ ફિલ્મ જોઇને ટીકીટ લઈ આવનાર લોકોને મફતમાં વિતરણ કરવાની શરૂઆત કરી છે.

— ટીકીટ લઇ આવનાર લોકોને મફતમાં મળશે ૧-૧ ડીશ ફાફડા જલેબી..

અનોખો દેશપ્રેમ દર્શાવતા આ વેપારીએ ઉપરોક્ત ફિલ્મ જોઈને આવનાર લોકોને ફાફડા અને જલેબીનું મફતમાં વિતરણ કરવાની શરૂઆત કરી છે ત્યારે આ અનોખો દેશપ્રેમ જોઇ લોકોના હ્દયમાં પણ દેશભક્તિ જોવા મળી હતી..
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.