ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૨૭)

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ગામે આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિરમાંથી રૂ.૧૨ હજારની મતાની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ મામલે ધાનેરાના શિયા ગામના દિપસિહ રાઠોડે ધાનેરા પોલીસ મથકે શકદાર ધાનેરાના પેગીયા ગામના પુરાભાઇ હરીજન સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તેમની ફરીયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીયા પાલનપુર