મહેસાણા ના સંસદસભ્ય શારદાબેન પટેલે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતી ઈરાનીને પત્ર લખી CCI (કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા) ના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી ખેડૂતોને કપાસનું વજન ઓછું બતાવી ખેડૂતોના આવકમાં મોટું નુક્સાન પાડતા હતા હોવાથી તેમની વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
ખેડૂતો પાસેથી કપાસ ખરીદવા માટે સરકાર દ્વારા CCI એટલે કે કૉટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની રચના કરવામાં આવી છે. ખેડૂતો આ અધિકારીઓની હાજરીમાં કપાસ ભરાવા વેચવા માટે આવતા હોય છે. ત્યારે ખેડૂતોના કપાસમાં ભેજ છે તેવુ જણાવી તેનું વજન વાસ્તવિક વજન કરતાં ઓછું બતાવે છે. હકીકતમાં જ્યારે એમાં હવા નથી હોતી કે ભેજ નથી હોતો તેથી એનું વજન વધારે થાય છે. એ ઉપરના વજનનું પૈસાનો જે ડીફરન્સ આવે છે જે અધિકારીઓ પોતાના ખિસ્સામાં ભરે છે. આવી ફરીયાદો સાંસદ શારદાબેન પટેલને મળતા તેમને કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતી ઈરાનીને પત્ર લખી આ બાબતે વિજિલન્સ દ્વારા તપાસની માંગ કરી ખેડુતો સાથે થતા અન્યાયને રોકવા માટે રજુઆત કરી હતી.