ગરવી તાકાત,બનાસકાંઠા: જ્યારે જ્યારે કોઈ ચુંટણીની વાત આવે, એ પછી ગ્રામ પંચાયતના સંરપંચ હોય,તાલુકા પંચાયત હોય કે લોકસભા ચુંટણી હમેંશા મારફાડ રીતે ખેલાતી હોય છે. પ્રાન્તવાદ તાલુકાવાદ,કોમવાદ, જેવા તમામ દુષણો કોઈ પણ ચુંટણીને ગંભીર બનાવી દેતા હોય છે. એમાય છેલ્લા બે દાયકાથી સહકારી સંસ્થાઓની ચુુટણીઓ તો તેની તમામ હદો વટાવીને ચરમસીમાંએ પહોંચી ગઈ છે. ગામે ગામ ઠરાવો કરાવવાથી લઈને ઉમેદવારી કરવા અને સંસ્થાના ડિરેક્ટર બનવા જાણે હોડ જામી હોય તેવો માહોલ જોવા મળતો હોય છે.
ભીષણ ચુંટણી યુધ્ધની પરિસ્થિતીમા સમરસતાનો રસ્તો પણ નીકળી જતો હોય છે તેવુ તાદશ્ય ઉદાહરણ બનાસકાઠા જીલ્લાની ટોચની બે સહકારી સંસ્થાઓ બનાસ બેંક અને બનાસ ડેરીમા જોવા મળ્યુ હતુ. બનાસ બેન્કની વાત કરીએ તો વર્ષ 2013 ની બનાસ બેન્કની ચુટંણીમાં શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બેન્કનુ આખૂુ બોર્ડ બિન હરિફ થયુ અને સહકારી સંસ્થાઓની ચુંટણીઓ પણ બિનહરીફ થઈ શકે તેવા આશ્વર્ય સાથે સમગ્ર જીલ્લાએ આ ઐતિહાસીક ઘટનાની નોંધ લીધી હતી. બનાસકાંઠા જીલ્લાનુ સહકારી રાજકારણ ‘ચુુંટણી નહી પણ વરણી” એ દિશાએ જવા માંડ્યુ એ પછી તો વર્ષ 2016 ની બનાસ બેંકની સંચાલક મંડળની ચુંટણીમાં માત્ર વડગામ અને ડિસા શીટને બાદ કરતા આખો જીલ્લો બીન હરીફ થાય તેવી પણ ઘટના ઘટી. જીલ્લાના સહકારી રાજકારણમાં સીમાચીન્હરૂપ ઘટનાઓએ રાજ્યની સહકારી પ્રવૃતી સાથે સંકળાયેલા સૌ કોઈને સમરસતાનો સંદેશ આપ્યો. ગુજરાજ સ્ટેટ કો ઓપરેટીવ બેંકના વાઈસ ચેરમેન અને વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના નેત્વૉત્વમાં બનાસ બેંકની ચુંટણીએ સમરસતાનો ઈતીહાસ સર્જી બનાસ બેંકના ઈતિહાસમા નવો અધ્યાય આલેખાયો અને જીલ્લાના સહકારી રાજકારણમાં માની ન શકાય તેવા આમુલ પરિવર્તન મંડાણ થયા.
હવે વાત બનાસ ડેરીની કરીયે તો જીલ્લાના ચાર લાખ પરુશપાલકોની જીલાદોરી સમી બનાસડેરી જીલ્લની મુખ્ય આર્થિક કરોડરજ્જુ ગણાય. એકમાત્ર એવો વ્યવસાય કે જેનાથી વિધવા બહેન પણ દાંતરડાના હાથા પર જીવન ગુજારી શકે તો વળી ભણેલા – ગણેલા નવયુવાન કૃષીકારો અને કુૃષી ઉધોગકારો પણ આ વ્યવસાયને ઉધોગ તરીકે ગણીને ઉધોગપતીને છાજે એ રીતે કમાણી પણ કરતા થયા છે. વર્ષે દહાજે એક-એક કરોડની કમાણી કરતી બહેનો પણ દેશ અને દુનિયચાનમાં તેમનુ નામ કરોડપતિઓની યાદીમાં લખાઈ ચુકી છે. બનાસ ડેરીએ પણ તેની ક્ષિતીજો માત્ર દુધના વ્ચયસાય પુરતી સમિતી ન રાખતા દુધની સાથે તેલ,મધ,બટાકા,બનાસ મેડીકલ કોલેજ,ગોબરગેસ જેવા નવા ધંધા વિકસાવીને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કર્યા છે. પરિણામે જીલ્લાનો ખેડુત અને પશુપાલક બે પાંદડે થઈ ને આર્થીક સમુદ્ધી તરફ આગળ વધી શક્યો છે.
આ પણ વાંચો – શંકરભાઈ ચૌધરીનુ ચેરમેન બનવુ લગભગ નક્કી, અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યુ
વાત સમરસની ચુંટણીની કરવામાં આવે તો વર્ષ 2015 ની ચુંટણી બનાસ ડેરીના ઈતિહાસમાં કલંકીત ચુંટણી ગણી શકાય. અનેક પડકારો,કાવાદાવા અને ખૂન ખરાબા વચ્ચે ખેલાયેલ 2015 ની ચુંટણીએ જીલ્લામાં ઘણા સમીકરણો બદલી નાખ્યા હતા. એટલુ જ નહી સને 2015 બાદ હવે 2020 નુ શુ થશે તેના પણ ચાર લાખ પશુપાલકોની જ નહી પણ આખા જીલ્લાની મીટ મંડાઈ હતી. બનાસ ડેરીનો છેલ્લો 5 વર્ષનો વિક્રમી વિકાસ, વિક્રમી ટર્નઓવર ,વિક્રમી દુધનુ સંપાદન અને પશુપાલકોની ભાગે આવેલો વિક્રમી ભાવ વધારો આ તમામ બાબતોને લઈને જીલ્લાના પશુપાલકો પણ ચેરમેન શંકરભાઈ ચૌૈધરી સામે ચાતક નજરે જોઈ રહ્યા હતા. ચુંટણીના મંડાણ મડાણા, ગામેગામ ઠરાવ કરવાની પ્રકીયા શરૂ થઈ. ગામડાની દુધ મંડળીઓની કારોબારી સમિતિઓ જાણે મનમા નિશ્વય કરીને બેઠી હતી કે “ભાઈ આ વખતે એવા માણસનો ઠરાવ કરો કે જે શંકરભાઈની પેનલમાં મત આપે” શઁકરભાઈ માટે સ્વયંભુ લોક જુવાળ ઉભો થયો. કોઈ ઉમેદવાર કોઈ ગામની મંડળીમાં જઈને પોતાની ઉમેદવારીની વાત કરે તો સામે મોઢે-મોઢ પુછી દેતા કે, ભાઈ તમે શંકરભાઈ ભેળા રહેવાના છો? શંકરભાઈએ પણ ચુંટણીની કમાન હાથમાં લીધી અનેક પડકારો વચ્ચે ચુંટણીનો શરૂઆતી તબક્કો શરૂ થયો. પણ જીલ્લાના પશુપાલકો પણ સંપુર્ણ ભરોષો રાખીને ચાલવાવાળા શંકરભાઈએ જીલ્લાના પશ્વીમી છેડેથી ચુંટણીની શરૂઆત કરી. સુઈગામ,વાવ,રાધનપુર,સાંતલપુર,લાખણી,દાંતીવાડા,ધાનેરા, અમીરગઢ અને દાંતામાં તો એક જ ઉમેદવારી પત્ર રજુ થતા બનાસ ડેરીના ઈતીહાસમાં એવી ઘટના ઘટી કે બીંજુ ઉમેદવારીપત્ર પણ ન આવ્યુ. રહી વાત થરાદ,ડીસા,પાલનપુર,વડગામ,દિયોદર,ભાબર અને કાંકરેજમાં તો ત્યા પણ ઉમેદવારીપત્રો પાંછા ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ. આખુ બોર્ડ સમરસ થઈ ગયુ. જીલ્લાના સહકારી રાજકારણમાં શંકરભાઈ ચાણક્ય પુરવાર થયા અને જીલ્લાના પશુપાલકોએ મુકેલા ભરોષા પર ખરા ઉતર્યા. અહિ નોંધનીય બાબતે એ રહી કે પશુપાલન અને દુધના વ્યવસાય સાથે જોડાયેલા જીલ્લાના તમામ સમાજોને ડેરીના બોર્ડમાં પ્રતિનિધિત્વ મળતા એમા પણ શંકરભાઈ સવાયા પુરવાર થયા.
આ પણ વાંચો – અફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર
બીજી ટર્મ માટે જીલ્લાના પશુપાલકોએ બનાસ ડેરીનુ સુકાન શંકરભાઈના હાથમાં સોપ્યુ છે. શંકરભાઈ ચોધરી પણ તેમની તમામ બુધ્ધિ શંક્તિનો ઉપયોગ બનાસ ડેરીના વિકાસમાં અને પશુપાલકોની આર્થીક ઉન્નત્તીમાં કરી રહ્યા છે. પશુપાલકોને ગાય ભેંસના છાણમાંથી રૂપીયા રળાવી આપનાર ખેડુતપુત્ર શંકરભાઈ જીલ્લાના પશ્વીમ વિસ્તારમાં 30 લાખ લિટરની ક્ષમતા ધરાવતી ડેરી આપશે. અહિની ધરતીમાંથી પાકતા તેલીબીંયાનુ તેલ સમગ્ર દુનિયાને ખવડાવશે. અહિની ધરતીમાં પાકતા બટાકાની અનેક વેરાયટીનો સ્વાદ સમગ્ર દુનિયાને ચખાડશે. અહિ ઉગતા ઘંઉના લોટનો આસ્વાદ સમગ્ર દુનિયાને કરાવશે. ધોમધખતા સુર્યના તાપમાથી વિજળી પેદા કરીને બનાસ ડેરીનુ વિજળી ખર્ચ બચાવશે. જીલ્લાના લોકો માટે એર એમ્બ્યુલન્સની સગવડ સાથેની અધતન હોસ્પીટલ ઉંભી કરશે. આ ધરતીના વહી જતા પાણીનુ સંચય કરીને ભુગર્ભ જળના તળ ઉંચા લાવશે. એટલુ જ નહી રણની કાંધીએ આવેલા ખારાપાટ ગામડાઓમાં પીવાના પાણીના કાયમી ઉકેલ સ્વરૂપે હવામાંથી પણ પાણી પેદા કરીને છેવાડાના માનવીની તરસ બુઝાવશે તેવો આશાવાદ બનાસવાસીઓ માટે અતિરેક નહી ગણાય.