શંકરભાઈ ચૌધરીનુ ચેરમેન બનવુ લગભગ નક્કી, અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

બનાસડેરીની ચુંટણી જાહેર થતા શરૂઆતમાં તો ખુબ ગરમા ગરમી જોવા મળી હતી પરંતુ જેમ જેમ ચુંટણીની તારીખો નજીક આવી રહી છે એમ એમ બનાસ ડેરીના ચેરમેન તરફ માહોલ બનતો જઈ રહ્યો છે.બનાસડેરીમાં ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખનો છેલ્લો દિવસ હોવા છતા પણ 9 પદો ઉપર કોઈયે ફોર્મ ન ભરતા કુલ 16 ઉમેદવારો માથી 9 ઉમેદવારો બીન હરીફ ચુંટાઈ આવ્યા હતા.

જે લોકો વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીને ચુંટણીમાં હરાવવાની વાતો કરી રહ્યા હતા તેઓને ઉમેદવાર પણ નથી મળી રહ્યા, જેથી શંકરભાઈ ચૌધરીની પેનલના 9 ઉમેદવાર બીનહરીફ ચુટાઈ આવ્યા છે.

સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે કે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખો સુધી બીજા ફોર્મ પાછા ખેંચાઈ શકે છે. જેથી શંકરભાઈ ચૌધરીનુ બનાસ ડેરીના ચેરમેન બનવુ લગભગ નક્કી થઈ ગયુ છે.

બનાસ ડેરીમાં જે 9 ઉમેદવારો બીનહરીફ ચુંટઈ આવ્યા છે તેઓની વિગત નીચે પ્રમાણે છે.
(1) રાધનપુર –  શંકરભાઈ ચૌધરી (2) સુઈગામ – મુળજીભાઈ પટેલ (3) અમીરગઢ –  ભાવાજી રબારી (4) લાખણી –  ધુડાભાઇ ઉ. ચૌધરી (5) સાંતલપુર –  રાઘાભાઈ આયર (6) ધાનેરા – જોઈતાભાઈ પટેલ (7)દાંતા –  દિલીપસિંહ બારડ (8) વાવ – રાયમલભાઈ કે. ચૌધરી (9)દાંતીવાડા – પરથીભાઈ જે. ચૌધરી

શંકરભાઈ ચૌધરી ઉપર ભુતકાળમાં અનેક આરોપો લગાવી ચુકેલા જનનેતા અલ્પેશ ઠાકોરે પણ તેઓને આજે બીનહરીફ વરણી થવા બદલ ટ્વીટ કરી શુભકામનાઓ આપી હતી. જેમા તેઓએ લખ્યુ હતુ કે, બનાસ ડેરીની ચુંટણીમાં વિજયી બનવા બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ ફરી એકવાર બનાસ ડેરીના સુકાની બનવા જઈ રહ્યા છો ત્યારે લાખો ખેડૂતો અને પશુપાલકોનો વિકાસ કરશો તેવી મને સંપૂર્ણ શ્રધ્ધા છે. એડવાન્સમાં તમને અભિનંદન બનાસ ડેરીના ચેરમેન તરીકેની બીજી ઈનીંગ માટે.

શંકરભાઈ ચૌધરીની બીનહરીફ વરણી થવાથી તેઓને ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના કન્વીનર ધવલ આચાર્યે ટ્વીટ કરી અભિનંદન આપ્યુ હતુ.

સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે એ મુજબ હજુ પણ બનાસ ડેરીની કાંકરેજ,દિયોદર અને ભાભરની બેઠક પણ બીનહરીફ થાય એવી શક્યતાઓ છે, અને પાલનપુર, ડીસા, અને વડગામની શીટો ઉપર ચુંટણી યોજાઈ શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.