ગુજરાત ના સુપ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લા માં આવેલ ભગવાન દેવ ગદાદર શામળાજી મંદિર ને રૂપિયા બે લાખ ચાલીશ હજાર નું રોકડ દાન મળ્યું છે આ રોકડ દાન રાજસ્થાન ના ડુંગરપુર ના કનૈયાલાલ કોઠારી નામ ના ભક્ત તરફથી મળ્યું છે આ ભક્ત છેલ્લા 35 વર્ષ થી દર પૂર્ણિમા ના દિવસે ભગવાન શામળિયા ના દર્શને પરિવાર સાથે આવેછે અને કાળીયા ઠાકર પર અખૂટ શ્રદ્ધા ધરાવેછે ભગવાન શામળિયા ની કૃપા થી ખૂબ સુખી સંપન્ન થયા છે એવા ભાવ સાથે શામળાજી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી અભેસિંહ બાપુ ને શામળાજી મંદિર ખાતે રૂપિયા બે લાખ ચાલીસ હજાર નો ચેક અર્પણ કર્યા હતો આમ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નો મહિમા વધતા ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે અને દાન ની સરવાણી માં પણ વધારો થયો છે