અરવલ્લી – અરવલ્લી જીલ્લામાં નવા વરાયેલા એસ પી સંજય ખરાતે પ્રોહી ગુનાખોરી બાબતે કડક વલણ અખત્યાર કરવા સુચના આપ્યા બાદ વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજસ્થાન બોર્ડર નજીક આવેલ હોય દારૂના બુટલેગરોને હેરફેરી કરતાં અવાર નવાર મોટા પ્રમાણમા જથ્થો પકડી પાડવામાં આવે છે .રોજેરોજ જીલ્લામાં વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો યથાવત છે. ગઈ કાલે શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક વાહનચેકીંગ દરમિયાન ટ્રકમાંથી ૧૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. વધુ પ્રાપ્ત વિગતો મુજબ, શામળાજી પો. સ. ઈન્સ્પેકટર અનંત દેસાઈ અને તેમની ટીમ અણસોલ ગામ નજીક હાઇવે પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક નંબર. પીબી. ૧૩.ઝેડ. ૦૮૬૫. ચેક કરતાં અંદરથી નકામા કપડાના કટીંગની બોરીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ. ૨૪૪.બોટલો નંગ – ૨૯૨૮. જેની કિંમત રૂપિયા ૧૦,૯૮,૦૦૦ /- તથા ટ્રક, મોબાઈલ, કપડાના કટીંગની બોરીઓ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨૧,૬૬, ૯૨૫/- સાથે આરોપીઓ (૧) મિથલેશ પ્રમોદપ્રસાદ પાંડે (૨) ગોરબચનસીંગ શિકારાસીંગ જાટ (શીખ) બંને રહે. પંજાબ રાજ્ય ના પકડાઈ જતાં આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શામળાજી પોલીસ સબ ઇન્સ્પેકટર અનંત દેસાઈ ચલાવી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: