ગરવીતાકાત,અરવલ્લી: ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.જન્માષ્ટમી  પર્વને લઈને શામળાજી મંદિર અને સલામતીના ભાગરૂપે રતનપુર ચેકપોસ્ટ પર બુલેટપ્રુફ જેકેટ સાથે એસઆરપી અને પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હોવા છતાં રતનપુર ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો અધીરા બન્યા છે.શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે વેણપુર ગામની સીમમાં આવેલી આરટીઓ ચેકપોસ્ટ પરથી ટ્રક-કન્ટેનર માંથી ૧૯.૫૮ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક-કન્ટેનર ચાલક સહીત અન્ય એક શખ્શને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. કૃષ્ણ જન્મોત્સવ પર્વ શામળાજી મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થતી હોવાની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આરટીઓ ચેકપોસ્ટ નજીક શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનર ( ગાડી.નં. HR-63-B-4281) અટકાવી તલાસી લેતા ટ્રક માંથી ઇગ્લીશ દારૂ ના કવોટર ની પેટીઓ નંગ ૮૧૬  કુલ કવોટર નંગ- ૩૯૧૬૮  કિ.રૂ ૧૯,૫૮,૪૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક-કન્ટેનર ચાલક મહેબુબખાન કમરૂદિન મેવ (રહે,ઘાસોલી રાજ) તથા સોનુ ઇન્દ્રપાલ જાટ ( રહે,નારપુર, હરિયાણા) ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રક અને મોબાઈલ નંગ-૨ કુલ રૂ.૨૯,૫૯,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના બોહર ના બુટલેગર દિપક રઘુનાથ જાટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: