ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના શામળાજી નજીક  અણસોલ ગામ ની સીમમાંથી ઇકો કારની CNG કીટ કાપી ગુપ્ત ખાનામાં સંતાડેલા રૂ.૨૯ હજારના દારૂ સાથે અમદાવાદના ૨ બુટલેગર ઝડપાયા શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇકો કારને અટકાવી તલાસી લેતા સીએનજી કીટની ટાંકીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી રૂ.૨૯ હજારના વિદેશી દારૂ સાથે અમદાવાદના ૨ બુટલેગરને શામળાજી પોલીસે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.શામળાજી પી.એસ.આઈ શર્મા અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. રાજસ્થાન તરફથી આવતી બાતમી આધારિત ઈકો કાર (ગાડી.નં- GJ-01-FT-૭૩૬૦) ને અટકાવી તલાસી લેતા ઇકો ગાડીના પાછળની સીટના ભાગે આવેલી સીએનજી ટાંકી કાપી ગુપ્ત ખાનું બનાવી તેમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની છુટી બોટલો નંગ-૩૬ કિં. રૂ.૨૯,૦૫૨/- ની જપ્ત કરી ૧) દિપેશ જયંતિલાલ પટેલ (રહે.સી-૩૨ ઓમકારેશ્વર ફલેટ ચાર રસ્તા પાસે મણીનગર અમદાવાદ અને (૨) મહેન્દ્દસિંહ ખુમાનસિંહ સીસોદીયા ઉ.વ. ૨૯ રહે. મામપટ્ટાની ચાલી ચમનપુરા અમદાવાદની ધરપકડ કરી ઇકો કારની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૩૧,૦૫૨/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: