ગરવીતાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે રતનપુર – શામળાજી રોડ ઉપર નાકાબંધી દરમ્યાન વિદેશી દારૂ સહિત રૂ ૪,૪૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો.પ્રોહીબિશનના ગુનામાં ત્રણ સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલની મળેલ સુચના મુજબ તેમજ ફાલ્ગુની. આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા તથા એમ.આર .સંગાડા સર્કલ પો.ઇન્સ ભીલોડા સર્કલ ભીલોડાના માર્ગદર્શન મુજબ રાજસ્થાન રાજય માંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજય માં પ્રોહી હેરાફેરી ન થાય તે સારૂ રાજસ્થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવા સુચના કરવામાં આવી હતી.જે અનુસંધાને કે.વાય. વ્યાસ પો.સ.ઇ શામળાજી નાઓની બાતમી આધારે શામળાજી પોલીસ સ્ટાફના માણસો અણસોલ ગામની સીમમાં વીછીવાડા થી શામળાજી તરફ આવતા રોડ ઉપર આ કામ આરોપીઓ (૧) દિલીપ હાંજાભાઇ મીણા ઉ.વ. ૨૨ રહે. ઉપલા ફળા બડલા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન તથા વોન્ટેડ (૨) સુમીત રહે. નીચલા ફળા બડલા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન જેનું પુરૂ નામ સરનામું મળેલ નથી જેનો મો.નં.૭૩૫૭૯૯૮૯૦૭ (દારૂ ભરી આપનાર ) તથા વોન્ટેડ (૩) વિશાલ રહે. આબાવાડી અમદાવાદ જેનું પુરૂ નામ સરનામું મળેલ નથી (દારૂ મંગાવનાર) નાઓએ એકબીજાની મદદગારી કરી કાવતરૂ રચી પોતાના કબજાની ફોર્ડ ઇકોસ્પોર્ટ ય્ત્ન-૦૧-ઇઈ-૬૦૪૯ ની માં ગાડીના પાછળના ભાગે ગુપ્ત ખાના બનાવી તથા ગાડીની પાછળના ભાગે સ્પેર વ્હીલ લગાવવાના ખોખોને કાપી તેમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં ગે.કા વગર પાસ પરમીટે વિદેશી બનાવટ ની ઇગ્લીશ દારૂ ની છુટી બોટલોનો જથ્થો વહન કરવામાં આવી રહ્યો હતો.

આ જથ્થામાં વિદેશી શરાબની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૪૩,૨૦૦/- તથા ફોર્ડ ઇકોસ્પોર્ટ ય્ત્ન-૦૧-ઇઈ-૬૦૪૯ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/ – તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ. ૧૦૦૦/- નો મળી કૂલ કિ.રૂ. ૪,૪૪,૨૦૦/-ના મુદ્દામાલ કબજે લઈને તેની સાથે આરોપી ) દિલીપ હાંજાભાઇ મીણા ઉ.વ. ૨૨ રહે. ઉપલા ફળા બડલા તા. ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનને જેલ હવાલે કર્યો હતો જ્યારે અન્ય બે મળી કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Contribute Your Support by Sharing this News: