ગરવી તાકાત, ગઢડા
આ વિડીયોની વાત વાઈરલ થતા લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ લોકો સંત છે કે શેતાન,અગાઉ પણ સ્વામીનારયણ પંથથી જોડાયેલા સાધુઓ સેક્સ વર્કરો સાથે સંભોગ કરતા હોવાના વિડીયો સબુત સાથે ઝડપાયેલા છે. આવા સાધુ સંતોને કારણે સાધુ સમાજને નીચે જોવુ પડતુ હોય છે માટે સંસ્થાએ કોઈ એવી સીસ્ટમ કે ફિલ્ટર ઉભુ કરવુ જોઈયે જેનાથી આવા કહેવાતા સંતો મંદિરના સ્ટાફમાં ભરતી થતા જ અટકી જાય.
આ પણ વાંચો – ધર્મના નામે વડતાલ સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ તેના શિષ્ય સાથે ખેલ્યો હવસનો ખેલ
ફરી એકવાર વિડીયો વાઈરલ થતા ગઢડા સ્વામીનારાયણ મંદીર વિવાદમાં આવી ગયુ છે.આ મંદીરની એક સાધ્વી મહિલા જ્યારે મંદીરમાં શૌચાલયમાં ગઈ હતી ત્યારે તેમનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો, અને તેને વાઈરલ કરી દેવામાં આવ્યો હતો. ગઢડા સ્વામીનારાયણ મંદીરના ચેરમેન હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ ઉપર આરોપ થઈ રહ્યા છે કે તેમને આવુ ક્રૃત્ય આચર્યુ છે. આ ઘટના સામે આવતા ગઢડા સ્વામીનારયણ મંદીરના સાધુઓના કારણે સાધુ સમાજમાં કંલક લાગે એવી ઘટના ઘટી છે.
આ અગાઉ પણ ગઢડા સ્વામી નારાયણ મંદીર વિવાદોમાં આવેલુ છે, વર્ષ 2019માં મંદીરના એક સ્વામી દ્વારા ભક્તને મારવામાં આવ્યો હતો, તેની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.