કપડવંજ તાલુકાના સોનીપુરા ગામ પાસે આવેલા આસ્થા પેટ્રોલિયમ પાસે માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ પટેલ ના કુટુંબીજનો દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી પ્રસંગે કપડવંજ સી આર પરીખ બ્લડ બેન્ક ના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયોજનમાં સોનીપુરા ના સહકારી ક્ષેત્રના અગ્રણી જશુભાઈ રવચંદભાઈ પટેલ, પૂર્વ APMC ચેરમેન પ્રકાશભાઈ પટેલ, બ્લડ બેંકના અગ્રણી અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન કીર્તન કે પરીખ તેમજ કિસાન સંઘના અગ્રણી કાંતિભાઈ રેવાભાઇ પટેલ વગેરે એ ઉપસ્થિત રહી રક્તદાન ના કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. આ પેટ્રોલ પંપના માલિક સ્વર્ગસ્થ શ્રી નરેન્દ્રભાઈ પટેલ ના સુપુત્ર કુણાલભાઈ પટેલ તથા ટેકનિશિયન રાહુલ પરમારના જણાવ્યાનુસાર આ કેમ્પમાં કુલ રક્તની 61 બોટલો એકત્ર કરવામાં આવી હતી.