સિવિલ હોસ્પિટલ દ્વારા યુનિટી હેલ્થ કેર પાસેથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ ની સારવાર માટે ખુબજ મોટા જથ્થામાં સર્જીકલના સાધનો તથા દવાની ખરીદી યુનિટી હેલ્થ કેર નામની કંપની પાસેથી વર્ષ 2019-2020 દરમ્યાન અંદાજિત રૂપિયા 3 કરોડની ખરીદી કરેલ છે.

આ ખરીદી પ્રકરણમાં અધિકારી અને યુનિટી હેલ્થ કેરના સંચાલકો/માલિકો સાથે મોટાપાયે નાણાકીય લેવડદેવડ અથવા કોઈ ચોક્કસ સોદાબાજી થઈ હોવાની શક્યતાઓ રહેલી છે. હોસ્પિટલમાં આ  કૌભાંડ થવા પામ્યું ત્યારે મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ તરીકે ડો. જી.એચ.રાઠોડ અને એમ.એમ.પ્રભાકરન ઓફિસ ઓન સ્પેશ્યલ ડ્યૂટી (ઓ.એસ.ડી) તરીકે ફરજ નિભાવતા હતા.

આથી આ બંને ઉપરાંત જવાબદાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) ના નિયમો-1971 ની લાગુ પડતી જોગવાઈ મુજબ શિસ્ત વિષયક કાર્યવાહી કરવા આવે અને યુનિટી હેલ્થ કેર ના સંચાલકો,માલિકો વિરુદ્ધ ફોજદારી અને કાનૂની કાર્યવાહી કરવા ડીજીપી અને ડાયરેક્ટર,એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાત રાજ્ય અમદાવાદને રજૂઆત કરી છે.

રાજ્યના સામાજીક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ આ સમગ્ર મુદ્દાને જનતા સમક્ષ  લાવ્યો છે.

Contribute Your Support by Sharing this News: