ગરવી તાકાત મેહસાણા: મહેસાણા પાસે આવેલા લિંચ ગામમાં આવેલા ગંદા પાણીના તળાવમાંથી આજે વહેલી સવારે ગામના જ યુવકની લાશ મળી હતી. આ યુવક બે દિવસથી ગુમ હતો. જોકે, આજે વહેલી સવારે તળાવમાં લાશ જોવા મળતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
મહેસાણા તાલુકામાં આવેલા લીંચ ગામમાં આવેલા કાણિયા તળાવમાં આજે વહેલી સવારે પાણીમાં એક યુવકની લાશ જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ગામના સરપંચ સહિતના આગેવાનો કાણીયા તળાવ પાસે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તરવૈયા દ્વારા મૃતદેહને ભારે જહેમત બાદ ગંદા તળાવમાંથી બહાર કાઢ્યો હતો.
આ સમગ્ર મામલે ગામના સરપંચ બળદેવ ભાઈએ જણાવ્યું હતું કે, મૃતક અમારા ગામનો મહેશજી મણાજી ઠાકોર છે. જે બે દિવસથી ગુમ હતો. મહેશે ક્યાં કારણે તળાવમાં ઝંપલાવ્યું તે હજુ અકબંધ છે. મૃતકને સંતાનમાં એક નાનો પુત્ર પણ છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે


