પોલીસે બાતમી આધારે છાપો મારી જુગારીયાઓને દબોચી લેતા  શ્રાવણીઓ જુગાર રમતા ઇસમોમાં ફફડાટ. 
પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે પાલનપુર તાલુકા પોલીસે બાતમી આધારે રેડ કરી પાંચ જુગારીયાઓને જુગાર રમતા ઝડપી લેતા શ્રાવણીઓ જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં એક તરફ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે મંદિરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે બીજી તરફ શ્રાવણ માસમાં જુગાર રમતા જુગારીયાઓ પણ હવે શ્રાવણીઓ જુગાર રમવાની શરૂઆત કરી છે. તેમાં બનાસકાંઠા એસ.પી.ની સૂચના આધારે પોલીસે ઠેર ઠેર જુગારીયાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. જેમાં પાલનપુર તાલુકા પી.એસ.આઇ એ.અેમ.પટેલને મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફના એ.એસ.આઇ જાકીરહુસેન તથા પો.કો ધરમપાલસિહ તથા હિતેન્દ્રકુમાર તથા કરશનભાઇ સહિતના સ્ટાફે સેમોદ્રા ગામે વિનોદજી કુંવરજી ઠાકોર રહે. ગઠામણ વાળાની ઇકો ગાડી તથા એક મોટર સાઇકલ પર બેસી સેમોદ્રા ગામના તલાજી હરીજી ઠાકોરના ખેતરમાં આવેલ ખુલ્લા ઢાળિયામાં હાર જીતનો જુગાર રમતા હોય પોલીસે છાપો મારતાં પાંચ જુગારીયાઓ રોકડ રકમ રૂ.૪૨,૫૦૦ તથા ૫ મોબાઇલ રૂ.‍૧૨,૮૦૦ તથા ઈકો ગાડી અને મોટર સાયકલ સાથે કુલ રૂ.૨.૩૦ લાખ મળી કુલ રૂ.૨.૮૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ જતાં તમામ સામે જુગારધારા અેકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા જુગારીયાઓના નામ

  1. અશોકકુમાર શંકરભાઇ ઠાકોર રહે.માલણ, તા.પાલનપુર
  2. ગોવિંદભાઇ અમૃતભાઇ પટેલ રહે.જૂના લક્ષ્મીપુરા,શેરી ન.૭ પાલનપુર
  3. હીરભા માનસિંગભાઇ દરબાર રહે.નવા લક્ષ્મીપુરા, શેરી ન.૧૪,પાલનપુર
  4. કનૈયાલાલ પોપટલાલ વાલ્મિકી રહે.મિની અંબિકાનગર, પાલનપુર
  5. મહંમદઝુબેર ઉશ્માનભાઈ શેખ રહે.જામપુરા,ગઠામણ દરવાજા પાલનપુર

ભાગી ગયેલ ઇસમોના નામ

  1. વિનોદજી કુવરજી ઠાકોર રહે.ગઠામણ ગેટ,પાલનપુર
  2. તલાજી હરીજી ઠાકોર રહે.સેમોદ્રા,તા.પાલનપુર  (રેડ દરમ્યાન મળી આવેલ નહી)
Contribute Your Support by Sharing this News: