ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના આઈ.સી.ડી.એસ વિભાગ ના પોષણ અભિયાન યોજના અંતર્ગત એનીમીયા મુક્ત ગુજરાત કરવા ભાગરૂપે બાયડ તાલુકાની પસંદગી જિલ્લા કક્ષાએથી કરવામાં આવેલ ઇનોવેશન પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત બાયડ તાલુકાના ચોઇલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા કેમ્પ તા.૧૨/૦૯/૨૦૧૯ ના રોજ શુભારંભ કરેલ આઈ.સી.ડી.એસ વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર શ્રી અને આરોગ્ય વિભાગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરી પ્રોજેક્ટનું આજથી શુભારંભ કરવામાં આવ્યો જેમાં સગર્ભા બહેનો અને કિશોરીની લોહી (હિમોગ્લોબીન) અને મેડિકલ ની તપાસ વિનામૂલ્યે (મફત) કરવામાં આવી તેમજ આંગણવાડીની કાર્યકર/તેડાગર બહેનો આશા બહેનો મુખ્યસેવિકા બહેનો તેમજ અન્ય સ્ટાફની પણ હિમોગ્લોબીન અને મેડિકલ તપાસ કરવામાં આવી આમ આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજર રહી લાભ લીધેલ.

ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બાયડ તાલુકાની તમામ બહેનો અને કિશોરીઓ એ એનીમીયા મુક્ત કરવા માટે અલગ અલગ જગ્યાએ આયોજન મુજબ કેમ્પ યોજી હિમોગ્લોબીન અને મેડિકલ તપાસ કરવામાં આવશે જેમાં બાયડ તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓ ને આવરી લેવામાં આવશે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી