પિતાને પશુની જેમ કાપતા જોઈ દીકરાના રુંવાટા ઉભા થઇ ગયા, સુરતમાં દર્દનાક હુમલાની ઘટના

February 4, 2022

સુરત શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસની ખાખી વર્દીનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક હત્યા, લૂંટ અને ચોરીની ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી નાંખી છે. ત્યારે આ વચ્ચે વધુ એક હત્યાએ પોલીસને દોડતી કરી હતી. સુરતના પર્વતગામ વિસ્તારમાં આવેલા સિનેમા પાસે કેટલાક અસમાજિક તત્વો દ્વારા યુવતીની છેડતી કરાઈ હતી. જેમાં વચ્ચે પડેલા પિતા, પુત્ર અને તેમના મિત્ર પર જીવલેણ હુમલો કરાયો હતો. હુમલામાં પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર અને તેમના મિત્રને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

સુરતના લિબાયત વિસ્તારમાં રહેતા શિવાભાઈ નિકમ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા. ગત મોડી સાંજે શિવાભાઈ તેમના પુત્ર યશવંત અને મિત્ર સાથે પર્વત ગામ વિસ્તારમાં આવેલા મમતા ટોકીઝ પાસે નાસ્તાની લારી પર ઉભા હતા. આ દરમિયાન ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામાજિક તત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપ્યો હતો. ત્યારે આ અસમાજિક તત્વોએ એમની પર હુમલો થયો હતો.

પહેલા તો લુખ્ખા તત્વોએ ત્રણેયને લાફા માર્યા હતા. બાદમાં પિતા-પુત્રને ઉપરા ઉપરી ઘા મરાયા હતા. નજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા શિવાભાઈને 20 થી વધુ ઘા મરાતા તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. હિંસક હુમલા બાદ હુમલાખોર ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શિવાભાઈ અને એમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરાયા હતાં. જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર 3-4 જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતા શિવાભાઈ મહારાષ્ટ્રના વતની હતા. વર્ષોથી સુરતમાં રહેતા હતા. 20 વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થયા બાદ એક દીકરા સાથે પર્વતગામમાં જ રહેતા હતા. ઈજાગ્રસ્ત દીકરાએ કહ્યું હતું કે, ખબર ન હતી. નજર સામે જ પિતાને પશુની જેમ કાપતા જોઈ રુંવાટા ઉભા થઇ ગયા હતા. પણ હુમલાખોરોને દયા ન આવી.

(ન્યુઝ એજન્સી)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0