મહેસાણા લેબર કોર્ટમાંથી સીક્યુરીટી ગાર્ડની ભેંસ ગાયબ, પોલીસની શોધખોળ ચાલુ

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉત્તર પ્રદેશની પોલીસ ભેંસ શોધવા માટે દેશભરમાાં કુખ્યાત છે. જેમાં પહેલા સપાની સરકારમાં આઝમ ખાનની ભેંસો શોધવામાં માહિર હતી. અત્યારે યોગીના મંત્રીઓની ભેંસો શોધી લાવવામાં મહારત હાંસીલ કરી લીધી છે. આવો એક અજીબ-ઓ-ગરીબ કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે. જેમાં મહેસાણાના કુકસ ખાતે લેબર કોર્ટમાં સીક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા ગાર્ડની ભેંસ લેબર કોર્ટના પ્રાંગણમાંથી ચોરાઈ જવાનો કીસ્સો સામે આવ્યો છે. મહેસાણાની લેબર કોર્ટ જે શહેર બહાર કુકસ ગામે આવેલ છે. અહી કામ કરતા સીક્યુરીટી ગાર્ડના પીતાનુ મરણ થવાથી ઘરે લોકોની અવર – જવર વધી ગયેલ હોવાથી તેમને પોતાની ભેંસ લેબર કોર્ટના પ્રાંગણમાં સાથે લઈ ગયા હતા. જ્યાથી રાત્રીના સમયે તેમની ચોરાઈ ગઈ હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચો – થરાદના ટરૂવા ખાતે દબંગોએ દલિત પરિવારના મકાનો સળગાવ્યા, ત્રણની હાલત ગંભીર

કુકસ લેબર કોર્ટના સીક્યુરીટી ગાર્ડ

આ કેસની વિગત એવી છે કે મહેસાણા લેબર કોર્ટમાં પ્રાઈવેટ સીક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા કનુજી લક્ષ્મણજી ઠાકોરના પીતાનુ તારીખ 29/10/2020 ના રોજ અવસાન થયેલ હત. જેથી તેમના ઘરે સગા-સંબધીઓની અવર જવર વધી ગઈ હતી. જેથી શોકમાં આવનારા લોકોને ભેંસના કારણે અડચણ પડી રહી હતી. માટે તેમને શુક્રવારના રોજ તેમની ભેંસ રાત્રીના સમયે પોતાના ફરજના સમયે કુકસ સ્થિતી લેબર કોર્ટમાં સાથે લઈ જઈ કમ્પાઉન્ડમાં રાખી હતી. બાદમાં તેઓ રાત્રે 2.30 વાગ્યાની આસપાસ તેઓ આરામ કરવા માટે લેબર કોર્ટની સીક્યુરીટી રૂમમાં ગયા હતા. થોડો આરામ કર્યા બાદ તેઓએ સીક્યુરીટી રૂમમાંથી બહાર આવી જોયુ તો તેમની ભેંસ ત્યાં જોવા નહોતી મળી. અને લેબર કોર્ટને ગેટ નંબર 2 નુ તાળુ પણ તુટેલી જોવા મળ્યુ હતુ. બહાર આવી તેમને પોતાની ભેંસની શોધખોળ કરતા તેમને પોતાની ભેંસ ક્યાય જોવા નહોતી મળી. 

આ પણ વાંચો – લાડોલ : ચાલુ ટ્રેક્ટરે નીચે પડી જવાથી ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત

લેબર કોર્ટમાં લાગેલા સીસીટીવી ફુટેજને ચેક કરાતા જાણવા મળ્યુ હતુ કે રાત્રે 3 વાગ્યાની આસપાસ બે ઈસમો મોઢુ બાંધી કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ભેંસને ચોરી કરી લઈ ગયેલ હોવાનુ જાણવા મળ્યુ હતુ.ભેંસને કોર્ટના કમ્પાઉન્ડમાં લાવવા માટે તેમને કોર્ટની પરમીશન લીધી નહોતી.આ મામલે તેમને પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ છે. પોલીસે લબેર કોર્ટના કમ્પાઉન્ડમાંથી ચોરી થયેલ ભેંસનો કેસ નોંધી ચોરને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.