અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલાને સોશીયલ મીડીયા પર બીભત્સ ફોટા મોકલનાર શખ્સની ધરપકડ કરી છે. જેમાં આરોપી શહેરની એક મહીલાને અલગ અલગ નંબરો પરથી ઈમોજી,ટેક્ષ મેસેજ,તથા બીભત્સ ફોટા મોકલી હેરાન કરતો હતો. આથી મહિલાએ સાયબર સેલમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઇસ્કોન આંબલી રોડ પર રહેતી 27 વર્ષીય પરિણીતા તેના પતિ તથા બીજા સભ્યો સાથે ત્રણ વર્ષથી રહે છે. મહિલા એક વાર સેટેલાઇટમાં આવેલા અર્ચન રેસિડેન્સીમાં કામથી ગઈ હતી. જ્યા તેને ગેટ પાસે બેસેલા ચોકીદારના રજીસ્ટ્રમાં નંબર લખાવ્યો હતો. પરંતુ હવસખોર સીક્યુરીટી ગાર્ડે આ નંબર પોતાના ફોનમા લઈ મહિલાને હેરાન કરવાનુ શરૂ કર્યુ હતુ.
આરોપી પુષ્કરરામ આર્યાએ મહિલાને અલગ અલગ નંબર પરથી ટેક્સ મેસેજ તથા બીભત્સ ફોટા મોકલી હેરાન કરી રહ્યો હતો. જેથી મહિલાએ કંટાળી આ વાતની જાણ તેના પતિને કરી હતી. સતત અલગ અલગ નંંબર પરથી મેસેજ તથા બીભત્સ ફોટા આવતા હોવાથી અંતે સાયબર ક્રાઈમમાં જાણ કરાઈ હતી. જેથી પોલીસે મહિલાની ફરિયાદ આધારે તપાસ હાથ આરોપીની ધરપકડ કરી લીધી હતી.