ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લીમાં શામળાજી વિષ્ણુ મંદિરની સુરક્ષા પણ સઘન કરી દેવામાં આવી છે. સાથે જ ગુજરાત અને રાજસ્થાનને જોડતી રતનપુર બોર્ડર ઉપર પણ પોલીસે કડક નાકાબંધી કરી પસાર થતા વાહનોની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. ૧૫ ઓગસ્ટ, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.

આંતકી હુમલાનું આઈબીએ એલર્ટ આપતાં ગુજરાત પોલીસ સતર્ક બની છે. ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ પણ હોય ધર્મ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શામળાજી ખાતે આવેલ વિષ્ણુ મંદિરમાં સોમવાર રાતથી જ આઈબીના એલર્ટ બાદ સુરક્ષા વધારી દેવાઈ હતી. વધારાનો પોલીસ કાફલો શામળાજી મંદિર ખાતે ઉતારી દઈ પોલીસે લોકોની અવર જવર ઉપર બાજ નજર રાખી છે. આગામી દિવસોમાં શ્રાવણ માસની પૂનમ અને ૧૫મી ઓગસ્ટ હોય સુરક્ષા જવાનોને એલર્ટ રહેવાના આદેશ ગૃહ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યા છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: