થરા શ્રી ઓગડ વિધા મંદિરના શિક્ષક  જિલ્લા ચેસ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત થરા : ખેલ મહાકુંભ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની ચેસ સ્પર્ધા શ્રીમતી એમ.એમ.મહેતા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, પાલનપુર ખાતે યોજાઈ હતી. જેમાં અલગ-અલગ વિભાગના સ્પર્ધકોએ ઘણી મોટી સંખ્યામાં ભાગ લીધેલ આ સ્પર્ધામાં ચાલીસ વર્ષથી ઉપર વયના વિભાગમાં શ્રી ઓગડ વિદ્યામંદિર થરાના  શિક્ષક સુહાગભાઈ ચંદ્રકાન્તભાઇ બારોટ  જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરી રોકડ ઈનામ પ્રાપ્ત કરેલ છે.

પ્રથમ- બીજો નંબર પ્રાપ્ત કરનાર રાજ્ય કક્ષાએ  રમવા જશે. ચેસ સ્પર્ધામાં બીજો નંબર મેળવનાર શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરાના પ્રમુખ ધીરજભાઈ કે.શાહ,મંત્રી જીતુભાઈ ધાણધારા, શ્રી ઓગડ વિદ્યામંદિરના આચાર્ય હિમાંશુભાઈ પી. શાહ, વ્યાયામ શિક્ષક ભારમલભાઈ ડી. પટેલ, યશપાલ સિંહ ટી. વાઘેલા અને કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

તસવિર અને અહેવાલ : યશપાલસિંહ ટી વાઘેલા – થરા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.