અમેરિકાના પૂર્વીય શહેર ફિલાડેલ્ફિયામાં એક ભયંકર અકસ્માત સર્જાયો જેમા ૭ બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ફિલાડેલ્ફિયામાં આવેલ દ્ગ૨૩ઙ્ઘિ સ્ટ્રીટના ૮૦૦ બ્લોકમાં આવેલ ૩ માળની ઈમારતમાં ભયંકર આગ લાગી જેમાં ૧૩ જણા બળીને ભડથું થઈ ગયા જે ૧૩માં ૭ બાળકો હતા
ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનરના કહેવા પ્રમાણે મૃતકોનો આંક વધી શકે છે. કારણકે આગ ઓલવાઈ ગઈ તેમ છતા પણ બિલ્ડિંગોમાંથી ઘણા બધા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ ૧૩ મૃતકો સિવાય બે વ્યક્તિ એવા પણ છે કે જે ગંભીર રીતે ઘાયલ છે. જેથી તેઓ હોસ્પિટસલમાં સારવાર હેઠળ છેબિલ્ડિંગમાં જે
રીતે આગ લાગી લોકોના મોત થયા તે પરથી ત્યાના સ્મોક ડિટેક્ટર ખરાબ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણકે જાે સ્મોક ડિટેક્ટર યોગ્ય રીકે કામ કરતો લોકો આગ લાગતા પહેલાજ બિલ્ડીંગમાંથી બહાર નિકળી શકતા.
જાેકે ફાયર વિભાગનેજેવી આગની સૂચના મળી કે તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ફાયર વિભાગ અધિકારીઓ દ્વારા માત્ર ૫૦ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો પરંતુ ત્યા સુધીમાં ૭ બાળકો સહિત ૧૩ લોકોના મોત થઈ ગયા હતા. સાથેજ ઘણા બધા લોકો ઘાયલ હતા અને ફસાયેલા હતા. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે સંમગ્ર મામલે ફાયર ડેપ્યુટી કમિશનર દ્વારા દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તેમની ૩૫ વર્ષની નોકરીમાં આ
સૌથી ખરાબ દુર્ઘટના તેમણે જાેઈ છે. ૧૩ લોકો સિવાય અન્ય બે લોકોની હાલત પણ ઘણીજ ગંભીર છે. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
[News Agency]


