અમેરિકામાં એક દિવસમાં રેકૉર્ડ ૧૦ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રોજ જે રીતે લાખો કેસ સામે આવી રહ્યા છે તેણે લોકોની ચિંતા વધારી દીધી છે. સોમવારે અમેરિકામાં સર્વાધિક કોરોના કેસ સામે આવ્યા છે કે જે એક વિશ્વ રેકૉર્ડ પણ છે. રિપોર્ટ મુજબ અમેરિકામાં એક દિવસમાં ૧૦ લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. રવિવારે અમેરિકામાં કોરોનાના લગભગ ૫.૯ લાખ કેસ સામે આવ્યા હતા જ્યારે સોમવારે આ આંકડો લગભગ બમણો થઈ ગયો. કોરોનાના રેકૉર્ડ કેસોના કારણે અમેરિકામાં સ્કૂલ, કૉલેજ વગેરે બંધ છે, ઘણી ફ્લાઈટો પણ રદ કરી દેવામાં આવી છે. અમેરિકામાં વધતા કોરોના કેસોના કારણે ઘણી સ્કૂલોએ પોતાની રજાઓ આગળ લંબાવી દીધી છે. ઘણી સ્કૂલોએ ફરીથી ઑનલાઈન અભ્યાસ શરુ કરાવી દીધો છે

વળી, અમુક સ્કૂલોમાં વ્યક્તિગત ક્લાસ ચાલી રહ્યા છે. વળી, રવિવારે અમેરિકાની ૪૦૦૦ ફ્લાઈટને રદ કરી દેવામાં આવી હતી. આ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંને છે. વળી, રવિવારે ૪૫૧૯ વિમાનોની ઉડાનમાં વિલંબ થયો. અમેરિકામાં ૩૦ ડિસેમ્બરે ૫.૮ લાખ કોરોના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદથી સતત કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કારણે સંક્રમણના કેસ વધી રહ્યા છે. અમેરિકા સાથે યુરોપના ઘણા દેશોમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે ભારતમાં પણ સંક્રમણની ગતિ ઝડપથી વધી રહી છે જેના કારણે ઘણા પ્રદેશમાં નાઈટ કર્ફ્‌યુ, સાપ્તિહિક લૉકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.