પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૨૬) 

બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામની શાળાના શિક્ષકે માર્યો વિધાર્થીને ઢોર માર માર્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતા વિધાર્થી શીતલ પ્રજાપતિને શિક્ષકે ઢોર માર માર્યો છે. આલવાડાની લક્ષ્‍મીવિદ્યામંદિરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શીતલ લેશન ના લાવતા શિક્ષકે પિત્તો ગુમાવ્યો હતો અને વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો.જેમાં વિદ્યાર્થીને કમરના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અવારનવાર વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે કેમ શિક્ષકો આટલી હદે નિર્દયી બની રહ્યા છે કે કેમ નથી રાખી શકતા પોતાના ગુસ્સા પર કાબુ. શું વિદ્યાર્થીઓને માર મારવાથી જ શિસ્ત શીખવાડી શકાશે જેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.